Site icon Revoi.in

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવી રહ્યું છે WhatsApp ગ્લોબલ ઓડિયો પ્લેયર,જાણો કેવી રીતે કામ કરશે

Social Share

WhatsApp એકસર તેના યૂઝર્સ માટે સતત નવા ફીચર્સ રોલઆઉટ કરે છે. કંપની લાંબા સમયથી આવા અનોખા ફીચર પર કામ કરી રહી છે.જેનું નામ છે ગ્લોબલ ઓડિયો પ્લેયર.આ ફીચર દ્વારા યુઝર્સ એપ્લીકેશનમાં ગમે ત્યાં વોઈસ મેસેજ સાંભળી શકે છે, પછી ભલે તમે તે વોઈસ નોટ સિવાય બીજું કંઈક વગાડતા હોવ અથવા તમે અન્ય ચેટ વિન્ડો ખોલી હોય.કંપની ટૂંક સમયમાં આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ માટે લાવશે.

હમણાં માટે આ નવા ફીચરને iOS પ્લેટફોર્મ પર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યા છે.ફેસબુકની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વૉઇસ મેસેજ માટે કેટલાક ખાસ ફીચર ડેવલપ કરવામાં આવી રહ્યા છે,જેનાથી આકર્ષક અને સહજ બનાવવામાં આવે.તેનાથી WhatsApp ના લેટેસ્ટ ફીચરને ટ્રેકર કરનારી વેબસાઈટ WABetaInfo એ સ્પોટ અને શેર કર્યું હતું.

વોટ્સએપમાં એક અન્ય સુવિધા છે જે iOS  યુઝર્સને રેકોર્ડિંગ દરમિયાન વૉઇસ મેસેજને થોભાવવા અને ફરી શરૂ કરવાની મંજૂરી આપશે.અગાઉ, તેણે જાહેરાત કરી હતી કે,મોકલતા પહેલા વૉઇસ મેસેજનું પૂર્વાવલોકન કરી શકાય છે, તમે પહેલા વૉઇસ મેસેજ સાંભળી શકો છો અને તમારી ઇચ્છા મુજબ તેને એડિટ કરી શકો છો.

નવી સુવિધાઓ iOS 15 અપડેટના ફોકસ મોડ સાથે સુસંગત છે. iPhone યુઝર્સ  માટે નવા રોલિંગ અપડેટ સાથે સ્ટોપ બટન અદૃશ્ય થઈ જશે.iOS 15 હેઠળ WhatsApp ફોકસ મોડ તમને તમે જે સૂચનાઓ પ્રાપ્ત કરવા માંગો છો કે,નહીં તે પસંદ કરવાની સ્વતંત્રતા આપશે.