વોટ્સએપ ગ્રુપ એડમિન બનશે ‘બાહુબલી’, આ યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું આ ઉપયોગી ફીચર
વોટ્સએપ યુઝર્સના અનુભવને વધારવા માટે નવા ફીચર્સ બહાર પાડતું રહે છે.ફીચર રીલીઝ કરતા પહેલા, તે બીટા યુઝર્સને ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.તાજેતરમાં, કંપનીએ WhatsApp iOS બીટા વપરાશકર્તાઓ માટે આકસ્મિક રીતે ડિલીટ થયેલા સંદેશાને પુનઃપ્રાપ્ત કરવાનો વિકલ્પ આપ્યો છે.
હવે કંપની વોટ્સએપ બીટા યુઝર્સ માટે વધુ એક નવું ફીચર ઉપલબ્ધ કરાવી રહી છે.આની મદદથી વોટ્સએપ ગ્રુપ એડમિનિસ્ટ્રેટર ગ્રુપમાં કોઈપણ મેસેજ ડિલીટ કરી શકશે.જો કે, આ ફીચર અત્યારે માત્ર પસંદગીના યુઝર્સ માટે જ બહાર પાડવામાં આવ્યું છે.
વોટ્સએપના નવા ફીચર્સ પર નજર રાખનારી સાઈટ WABetaInfoએ આ અંગે જાણકારી આપી છે. જો તમે ગ્રુપ એડમિન છો અને તમને હજુ સુધી આ ફીચર નથી મળ્યું તો તમારે થોડી રાહ જોવી પડશે.આવનારા સમયમાં તેને તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સુવિધાને ખૂબ જ ઉપયોગી ગણાવવામાં આવી છે. આનાથી ગ્રુપ એડમિન ગ્રુપને સારી રીતે મેનેજ કરી શકશે. જો કે, જ્યારે વોટ્સએપ એડમિન કોઈ અન્ય દ્વારા મોકલવામાં આવેલ મેસેજને ડિલીટ કરશે, ત્યારે બાકીના ગ્રૂપ સભ્યોને તેના વિશે બતાવવામાં આવશે.