Site icon Revoi.in

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર, હવે ચેટ લીક થવાનો કોઈ ડર નહીં

Social Share

દિલ્લી: કોઈ પણ વ્યક્તિ આમ તો સોશિયલ મીડિયા પર કોન્ટેન્ટને શેર કરતા પહેલા વિચારતો નથી. તો કેટલાક લોકો કોન્ટેન્ટને શેર કરતા પહેલા વિચારે છે કે કોન્ટેન્ટ જે શેર કરવામાં આવ્યું છે જે પ્લેટફોર્મ પર કેટલું સલામત છે. આ બાબતે હવે વોટ્સએપ દ્વારા પગલા લેવામાં આવ્યા છે જેમાં હવે લોકોની કરેલી સલામત રહેશે અને લીક થવાનો ડર રહેશે નહી.

પોપ્ટુલર મેસેજિંગ એપ WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે ઓનલાઇન સેવ કરેલા ચેટ બેકઅપને અનક્રિપ્ટ કરશે. WABetaInfo ના રિપોર્ટ પ્રમાણે આ ફીચરને હાલ વોટ્સએપના લેટેસ્ટ Android Beta વર્ઝનમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.

હકીકતમાં વોટ્સએપ પર થનારી ચેટ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન (end-to-end encryption) ની સાથે આવે છે, પરંતુ ચેટ બેકઅપ લીધા બાદ તે અનક્રિપ્ટેડ રહેતી નથી. તેવામાં હવે વોટ્સએપ ચેટ બેકઅપ્સ પર પણ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન લાગૂ કરવાનું છે. રિપોર્ટ પ્રમાણે નવું ફીચર તમારી ચેટ હિસ્ટ્રી અને મીડિયા ફાઇલ્સને સુરક્ષિત રૂપથી બેકઅપ કરશે.

નવા ફીચરની સાથે તમારે કેટલીક સાવચેતી રાખવી પડશે. બધા યૂઝર્સ માટે નવું ફીચર આવ્યા બાદ તમારે ચેટ બેકઅપ રીસ્ટોર કરવા માટે એક પાસવર્ડ સેટ કરવો પડશે. તેવામાં જો તમે તમારો ફોન ગુમાવો કે પાસવર્ડ ભૂલી જાવ તો તમને આ બેકઅપ પરત મળશે નહીં. તમે વૈકલ્પિક રૂપથી એક 64-ડિજિટ ની encryption key પણ બનાવી શકો છો, પરંતુ જો તમે તે Key ગુમાવી દેશો તો પણ ચેટ બેકઅપ મળશે નહીં.

જો વાત કરવામાં આવે સાયબર ક્રાઈમની અથવા વોટ્સએપ ચેટની તો હકીકતમાં મોટાભાગના લોકો પોતાની વોટ્સએપ ચેટને ગૂગલ ડ્રાઇવ કે iCloud પર સેવ કરે છે. કોઈફણ નવા ફોનમાં વોટ્સએપ એકાઉન્ટ લોગિન કરવા પર તમને આ બેકઅપ દ્વારા જૂનુ ચેટ પરત મળે છે. પરંતુ કોઈ કારણ તમારી જી-મેલ કે iCloud એકાઉન્ટ હેક થાય છે તો હેકર્સ તમારા ચેટ બેકઅપની પણ જાણકારી મેળવી લે છે. આ રીતે તમારી ચેટ લીક થવાનો ખતરો બન્યો રહે છે.

જો કે તમામ લોકોએ પોતાની કેટલીક માહિતીને સોશિયલ મીડિયામાં શેર ન કરવી કે જેથી કરીને કોઈ પ્રકારની સાયબર ક્રાઈમની ઘટના ન બને લોકો સુરક્ષિત પણ રહી શકે.