Site icon Revoi.in

વોટ્સએપનું નવું ફીચર આવ્યું, યુઝર્સ હવે ફોટાને મોકલતા પહેલા એડિટ કરી શકશે

Social Share

વોટ્સએપ હંમેશા પોતાના યુઝર્સ માટે  કંઇક ને કંઇ અપડેટ તથા નવા ફીચર લોન્ચ કરતુ જ રહે છે. હવે વોટ્સએપ દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં યુઝર્સ ફોટો મોકલતા પહેલા તેને એડિટ પણ કરી શકશે. જો કે બધા જ યૂઝર્સને તાત્કાલિક આ ફીચર જોવા નહીં મળે, પરંતુ તમામ યૂઝર્સને થોડા સમયમાં આ ફીચરની સુવિધાનો લાભ મળશે.

જાણકારી અનુસાર એપ્રિલમાં જાહેરાત કરવામાં આવી હતી કે, વોટ્સએપમાં બીટા વર્ઝન 2.21.16.10 પર નવા ઈમોજી પણ સામેલ કરશે.

વોટ્સએપ દ્વારા આ એડિટિંગ ટુલને ડ્રોઈંગ ટુલ્સ કહેવામાં આવે છે જે ડેસ્કટોપ એપ પર મોકલતા પહેલા ફોટોઝને એડિટ કરવાની પરવાનગી આપે છે. મોબાઈલ એપમાં શરૂઆતથી જ ઈમેજ એડિટિંગ ટૂલ્સનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ફીચર યૂઝર્સ માટે જલ્દીથી ઉપલબ્ધ થશે. આ માટે કંપની યૂઝર્સને એન્ડ્રોઈડ, iOS અને ડેસ્કટોપ પર વોટ્સએપને અપડેટ કરવાની સલાહ આપે છે. આ અપડેટ વર્ઝન વોટ્સએપ બીટા યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે. આ ઈમોજીસમાં મલ્ટીપલ સ્કિન ટોન કપલ ઈમોજી સામેલ કરવામાં આવ્યા છે.