Site icon Revoi.in

iOS વાપરતા લોકો માટે વોટ્સએપ લાવી રહ્યું છે ખાસ ફીચર,જાણીને તમે પણ કહેશો કે “અરે વાહ..”

Social Share

વોટ્સએપ દ્વારા પોતાના યુઝર્સના વધારે સારો અનુભવ કેવી રીતે મળી રહે તેના માટે કામ કરવામાં આવતું જ રહે છે. એન્ડ્રોઈલ યુઝર્સ માટે તો અનેક પ્રકારના ફીચર્સને લાવવામાં આવતા હોય છે ત્યારે જો વાત કરવામાં આવે iOS વાપરતા લોકોની તો હવે તેમને માટે પણ નવું ફીચર આવી રહ્યું છે.

રિપોર્ટ્સ અનુસાર, આ રિએક્શન ફીચર iOS માટે WhatsAppના બીટા વર્ઝન 22.12.0.70માં સામેલ કરવામાં આવશે. આવનારા સમયમાં આ ફીચર ફોટો અને આલ્બમ પર રિએક્શનના ફીચર્સ પણ આપશે. બધા ફોટા હાલમાં મેસેજ પ્રાપ્તકર્તાને આલ્બમ તરીકે દેખાય છે અને એક જ સમયે તેના પર પ્રતિક્રિયા આપી શકાય છે. નવું અપડેટ આવ્યા બાદ યુઝર્સ એક પછી એક તમામ ફોટો પર અલગ-અલગ રિએક્શન આપી શકશે.

રિપોર્ટ્સ અનુસાર, WhatsAppના આ સુધારેલા રિએક્શન ફીચર્સ ઈન્સ્ટાગ્રામના ડાયરેક્ટ મેસેજ જેવા દેખાઈ શકે છે. આ માટે યુઝર્સે પ્લસ બટન પર ક્લિક કરવાનું રહેશે, જે લાંબા સમય સુધી પ્રેસ કર્યા પછી દેખાશે. આ પછી તમે કોઈપણ મનપસંદ ઇમોજી પ્રતિક્રિયાનો ઉપયોગ કરી શકો છો.