WhatsApp લાવી રહ્યું છે એક ધમાકેદાર ફીચર
વોટ્સએપ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા અપડેટ અને ફીચર્સ લાવી રહ્યું છે.ત્યારે WhatsApp એક ધમાકેદાર ફીચર લાવી રહ્યું છે.હવે યુઝર્સને જુના મેસેજ શોધવામાં વાર નહીં લાગે.આ ફીચરની મદદથી જૂના મેસેજને સર્ચ કરવામાં મદદરૂપ સાબિત થશે.
વોટ્સએપ આ ફીચર પર જોરશોરથી ટેસ્ટિંગ કરી રહ્યું છે જે યુઝર્સને તારીખ દ્વારા જૂના સંદેશાઓ શોધવાની મંજૂરી આપે છે.આ ફીચર યૂઝર્સ માટે કેટલા સમય સુધી ઉપલબ્ધ રહેશે તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આવતા મહિનામાં તમામ યુઝર્સ આ પાવરફુલ ફીચરનો લાભ લઈ શકશે.
Wabetainfo ના તાજેતરના અહેવાલમાં આ માહિતી સામે આવી છે, જે મુજબ કંપની ‘સર્ચ મેસેજ બાય ડેટ’ નામનું ફીચર લાવી રહી છે જે યુઝરનો ઘણો સમય બચાવશે અને જૂના મેસેજ શોધવામાં મદદ કરશે.આવી સ્થિતિમાં, આ ફીચર તમારા માટે ખૂબ ઉપયોગી થશે અને તમારો સમય અને તમારી મહેનત બચાવશે. જેમ કે અમે કહ્યું છે કે આ ફીચર હજુ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે, હજુ સુધી તમને તે કેટલા સમય સુધી મળશે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.