વ્હોટ્સએપ લાવી રહ્યું છે શાનદાર ફિચર- સ્ટેટસ ઓપન થતા પહેલા જ વીડિયો-ફોટોઝનું પ્રિવ્યું જોઈ શકાશે
- વ્હોટ્સએપમાં આવ્યું શાનદાર ફિચર
- સ્ટેસ ઓપન કરતા વીડિયો ફોટોનું ફૂલ પ્રિવ્યું જોઈ શકાશે
આજના ટેકનોલોજી યુગમાં વ્હોટ્સએપ રોજીંદાજીનનો એક ભાગ બન્યું છે, મેસેજ,વીડિયોથી લઈને ડોક્યુમેન્ટ્સ શેર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે વ્હોટ્સએપમાં એક શાનદાર ફિચર આવી રહ્યું છે.
વ્હોટ્સએપ એન્ડ્રોઈડ યુઝર્સને એક શાનદાર ફીચર આપવા જઈ રહ્યું છે.વ્હોટ્સએપ એક એવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે જે એન્ડ્રોઇડ એપ પર ડોક્યુમેન્ટ્સ તરીકે શેર કરેલા ફોટા અને વીડિયોનું સંપૂર્ણ પ્રીવ્યૂ બતાવશે.
આ ફીચરનું નામ છે ડોક્યુમેન્ટ પ્રિવ્યું.આ સુવિધા હાલમાં PDF ફાઇલ માટે ઉપલબ્ધ છે. આ ફીચરની પણ જરૂર છે કારણ કે વ્હોટ્સએપ પર મોકલેલા ફોટા અને વીડિયોને કોમ્પ્રેસ કરે છે. આવી સ્થિતિમાં, યુઝર્સે સામગ્રીની મૂળ ગુણવત્તા જાળવી રાખવા માટે તેને દસ્તાવેજોના રૂપમાં મોકલવી પડે છે.
વ્હોટ્સએપ ફીચર ટ્રેકર WABetainfo એ આ અપડેટ વિશે માહિતી આપી છે. એન્ડ્રોઇડ પર વોટ્સએપ બીટા વર્ઝન 2.22.5.11 પર ડોક્યુમેન્ટ પ્રિવ્યૂ ફીચર રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.
આ પ્લેટફોર્મ કહે છે કે વ્હોટ્સએપ આગામી કેટલાક અપડેટ્સમાં ઇમેજ પ્રીવ્યૂને સક્ષમ કરવાની યોજના ધરાવે છે”, જેનો અનિવાર્ય અર્થ એ છે કે આવનારા અઠવાડિયામાં અપડેટ મોટા વપરાશકર્તા આધાર માટે ઉપલબ્ધ થઈ શકે છે. એટલે કે આ સફળતા બાદ હવે ફોટો કે વીડિયો ઓપન કરતા પહેલા જ ફૂલ પ્રિવ્યુમાં જોવા મળી શકશે.
વોટ્સએપ એપ પર શેર કરેલ ફોટો અને વિડિયો ફાઇલોને કમ્પ્રેસ કરે છે. તે કમ્પ્રેશન ઘટાડવા માટે એક ફીચર પર કામ કરી રહ્યું હતું. તેથી વપરાશકર્તાઓ ઓરિજનલ ક્વોલિટી જાળવી રાખવા માટે ડોક્યૂમેન્ટ તરીકે ફોટા અને વિડિયો મોકલે છે.ત્યારે હવે તેને ઓપન થતા પહેલા ફૂલ પ્રિવ્યુમાં જોઈ શકાશે.