Site icon Revoi.in

Whatsapp લાવી રહ્યું છે નવા ફીચર્સ,યુઝર્સને થશે ફાયદો

Social Share

વોટ્સએપ પોતાના યુઝર્સ માટે કંઇક ને કંઇક કરતું રહેતું હોય છે. કેટલાક પ્રકારના ફીચરને લોન્ચ કરતું રહેતું હોય છે ત્યારે કંપની વોઈસ મેસેજને વધુ આકર્ષક બનાવવામાં વોટ્સએપમાં નવા ફીચર્સ લાવી રહ્યું છે. જેમાં મેસેજ પર ઈમોજી રિએક્શનનો સમાવેશ થાય છે. 2022માં આ મેસેજિંગ એપમાં ઘણા નવા ફેરફારો જોવા મળશે, જેમાંથી એક હશે પોલ ફીચર્સ, મલ્ટી-ડિવાઈસ સપોર્ટ વગેરે.

વોઈસ મેસેજિંગ હેઠળ વોટસએપ આવનારા નવા ફીચર્સ હેઠળ યુઝર્સને ડ્રાફ્ટ પ્રિવ્યૂ, પોઝ અને રેઝ્યૂમ રેકોર્ડિંગનો વિકલ્પ પણ મળશે.આ સાથે ચેટ પ્લેબેકમાંથી બહાર, પ્લેબેક ફરી શરૂ કરવા અને વેવફોર્મમાં પણ સુધારો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,વોટ્સએપ પર વોઈસ મેસેજ મોકલવાનું વર્ષ 2013માં શરૂ કરવામાં આવ્યું હતું.તે સમયે કંપની કે લોકો દ્વારા વોટ્સએપના આ ફીચર પર વધુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.આજે આ પ્લેટફોર્મ પર દરરોજ લગભગ 7 બિલિયન વૉઈસ મેસેજ મોકલવામાં આવે છે.આ પરિસ્થિતિમાં એવું અનુમાન લગાવી શકાય છે કે આ સુવિધા હવે લોકપ્રિય થઈ રહી છે અને તેથી કંપની હવે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ટૂંક સમયમાં વ્હોટ્સેપના વોઈસ મેસેજમાં ઘણા નવા ફીચર્સ સામેલ કરવામાં આવશે.