- વોટ્સએપ હવે ચેટિંગને બનાવશે રસપ્રદ
- અલગ – અલગ વોલપેપર કરી શકશો સેટ
- એન્ડ્રોઇડ યુઝર્સ માટે કરવામાં આવશે શરૂ
ઈન્સ્ટટ મેસેજિંગ એપ વોટ્સએપ નવા-નવા ફીચર લઈને આવતું હોય છે. હવે વોટ્સએપ શાનદાર ફીચર લઈને આવી રહ્યું છે. વોટ્સએપ પર હવે ચેટ કરવું ખુબ જ રસપ્રદ બનશે. વોટ્સએપ પર હવે તમે દરેક સાથે ચેટિંગ કરવા માટે વિવિધ વોલપેપરનો ઉપયોગ કરી શકશો. કંપની આ નવા ફીચર પર કામ કરી રહી છે. જે ટૂંક સમયમાં યુઝર્સ માટે શરૂ કરી શકાય છે.
WABetaInfo મુજબ, વોટ્સએપના નવા v2.20.199.5 બીટા વર્ઝનમાં આ ફીચર જોવા મળ્યા છે. યુઝર્સ દરેક મિત્ર અને સંબંધિત માટે વિવિધ વોલપેપર પસંદ કરી શકે છે. ચેટિંગ થીમથી એક અલગ જ માહોલ બનશે. આ ફીચર એપલ યુઝર્સ માટે પહેલેથી જ ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં તે એન્ડ્રોઇડ યુઝર્સ માટે શરૂ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ, કેટલાક એન્ડ્રોઇડ યુઝર્સ આ નવા ફીચરને ટેસ્ટ કરી રહ્યાં છે. એવી અપેક્ષા છે કે નવા અપડેટમાં વોલપેપર ફીચર જારી કરવામાં આવશે.
વોટ્સએપએ વિશ્વની સૌથી પ્રખ્યાત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનોમાંની એક છે. વિશ્વભરના લાખો લોકો તેનો ઉપયોગ કરે છે. એપમાં યુઝર્સની રુચિઓ બની રહે તે માટે કંપની સતત નવા અપડેટ્સ લાવતી રહે છે. વોટ્સએપના નવા મેસેજિંગ ફીચર્સ હવે યુઝર્સ માટે ખૂબ રસપ્રદ સાબિત થઈ શકે છે.
દેવાંશી-