Site icon Revoi.in

વોટ્સએપ લાવી રહ્યું છે જોરદાર ફીચર,લોકોને ખુબ આવી શકે છે પસંદ

Social Share

વોટ્સએપ દ્વારા અવારનવાર કોઈને કોઈ ફીચર તો લોન્ચ કરવામાં આવતું જ હોય છે ત્યારે હવે નવું ફીચર પણ વોટ્સએપ લાવી શકે છે જે લોકોને ખુબ પસંદ આવી શકે તેમ છે. જાણકારી અનુસાર વોટ્સએપ દ્વારા મેસેજ રિએક્શન ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે, જેને લઇ નવી ખબર સામે આવી રહી છે.

ખુલાસો થયો છે કે,યુઝર કોઈ સ્પેસિફિક મેસેજ પર પણ રિએક્શન આપી શકશે. મેસેજ રિએક્શન વ્યકતિગત ચેટ થ્રેડ અને ગ્રુપ થ્રેડમાં ઉપલબ્ધ થવાની સૂચના છે. વોટ્સએપના આવનારા ફીચરથી અલગ-અલગ ઈમોજીનો ઉપયોગ કરી મેસેજ પર રિએક્ટ કરવાની સુવિધા મળવાની સંભાવના છે.

WABetaInfoની રિપોર્ટ છે કે,એક યુઝર એક સ્પેસિફીક મેસેજ પર એક વખત પ્રતિક્રિયા કરવામાં સક્ષમ હશે અને પ્રતિક્રિયા છ ઈમોજી સુધી સીમિત છે.

આઇઓએસ માટે વોટ્સએપ બીટાના ડેવલપમેન્ટ દરમિયાન ફીચરને જોઈ શકાય છે, પરંતુ વોટ્સએપ કથિત રીતે એન્ડ્રોઇડ માટે પણ વોટ્સએપ બીટા પર સમાન ક્ષમતા લાવવા પર કામ કરી રહ્યું છે. ડેસ્કટોપ યુઝર્સ માટે પણ વોટ્સએપ વેબ અને વોટ્સએપને હાલમાં જ એક નવું કસ્ટમ સ્ટીકર તુલ મળ્યું છે જે યુઝર્સને કમ્પ્યુટરથી ફોટાનો ઉપયોગ કરી સ્ટીકર બનાવવાની મંજૂરી આપે છે.