વોટ્સએપમાં આવી રહ્યું છે જોરદાર ફીચર, જાણીને તમે પણ કહેશો, અરે.. વાહ..
વોટ્સએપ દ્વારા હવે એવુ ફીચર લોન્ચ કરવામાં આવી શકે છે જેના વિશે જાણીને યુઝર્સ પણ કહેશે કે અરે વાહ.. હવે આ જાણીને તમને પણ લાગતું હશે કે વોટ્સએપ દ્વારા એવું તો કેવુ ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે તો તેના વિશેની જાણકારી કઈક આવી છે.
હાલમાં જ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્ક્રીનશૉટમાં WhatsApp ડેસ્કટૉપ બીટા માટે વિકસાવવામાં આવી રહેલ ફીચર બતાવવામાં આવ્યું હોવા છતાં, તે આગામી વર્ષોમાં એન્ડ્રોઇડ અને WhatsApp બીટા iOS માટે WhatsApp બીટામાં પણ આવશે, જે પછી તેને મોટા યુઝર્સ બેઈઝ સુધી જાહેર કરવામાં આવશે
આ રિપોર્ટ વોટ્સએપના કોમ્યુનિટી ફીચરની જાહેરાત બાદ તરત જ આવ્યું છે. વાસ્તવમાં, વોટ્સએપ પર કમ્યુનિટીનો હેતુ વિવિધ ગ્રુપોમાં લોકોને એક સાથે જોડવાનો છે. શક્ય છે કે વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેનાથી લોકો ચુપચાપ ગ્રુપ છોડી શકે. જે ખાસ કરીને કોમ્યુનિટી ગ્રુપ માટે બનાવવામાં આવ્યું છે, જેથી ગ્રુપ એડમિન માટે ગ્રુપને વધુ સારી રીતે મેનેજ કરવામાં સરળતા રહે.
ઉલ્લેખનીય છે કે વોટ્સએપ દ્વારા હંમેશા કોઈને કોઈ બદલાવ કરવામાં આવતો જ હોય છે કે પણ જાણકારો દ્વારા આ ફીચર પર કહેવામાં આવ્યું છે કે આ ફીચર યુઝર્સને વધારે પસંદ આવી શકે તેમ છે કારણ કે કેટલાક ગ્રુપ વોટ્સએપમાં એવા હોય છે કે જેમાંથી નીકળવામાં કે લેફ્ટ થવામાં લોકોને વધારે સંકોચ થતો હોય છે.