- વોટસએપમાં આવશે નવું ફીચર
- વિવિધ ફોનમાં સિંક થઈ શકશે ચેટ બેકઅપ
- વાઈફાઈ કનેક્શનની જરૂરિયાત પડી શકે છે
વોટસએપ આગામી દિવસોમાં અવનવા ફીચર લઈને આવતું હોય છે. વોટસએપ મલ્ટીપલ ડિવાઈસ સપોર્ટ પર કામ કરવામાં આવી રહ્યુ છે, પરંતુ હવે ધીરે-ધીરે આ ક્લેરિટી પણ મળી રહી છે કે, આ ફીચર કામ કેવી રીતે કરશે. વોટસએપ એકાઉન્ટ એક જ સાથે અલગ-અલગ ડિવાઈસ પર કેવી રીતે ચલાવી શકાશે. અત્યાર સુધી વોટસએપ માત્ર એક જ ડિવાઈસ પર ચાલે છે. Wabetainfoની એક રીપોર્ટ મુજબ વોટસએપના ચેટ બેકઅપ પર ડિવાઈસની સાથે સિંક થઈ શકશે.
રિપોર્ટ મુજબ વોટસએપ ડેસ્કટોપને આ ટેસ્ટ માટે વાપરી શકાય છે. વોટસએપ ચેટ્સના અલગ-અલગ ડિવાઈસની સાથે સિંક થવા માટે વાઈફાઈ કનેક્શનની જરૂરિયાત પડી શકે છે. એટલે કે, વોટસએપનું જ્યારે મલ્ટીપલ ડિવાઈસ ફીચર લોન્ચ કરવામાં આવશે તો, યૂઝર્સનું ચેટ તે ડિવાઈસમાં આવી જશે જેમાં તે વોટસએપ યૂઝ કરે છે.
હાલમાં કંપની તરફથી વોટસએપના આ ફીચર વિશે સત્તાવાર સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યુ નથી, પરંતુ કંપની તેની ટેસ્ટિંગ લાંબા સમયથી કરી રહી છે. મલ્ટિપલ ડિવાઈસ ફીચરને કંપની એકથી બે મહિનામાં લોન્ચ કરી શકે છે. કારણ કે, હવે આ ફીચર ટેસ્ટિંગના એડવાંસ્ડ સ્ટેજમાં પહોંચી શકે છે.