- WhatsApp પર આવી રહ્યું છે નવું ફીચર
- ગ્રુપ પોલ ફીચર પર કામ કરી રહ્યું છે WhatsApp
- ટૂંક સમયમાં કરશે રોલ આઉટ
WhatsAppનો ઉપયોગ મુખ્યત્વે ચેટિંગ માટે થાય છે.કારણ કે તે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ્લિકેશન્સમાંની એક છે, તે યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે એપ્લિકેશનમાં નવી સુવિધાઓ ઉમેરવાનું ચાલુ રાખે છે.ચેટિંગ સિવાય યુઝર્સ એપ દ્વારા અન્ય ઘણી વસ્તુઓ કરી શકે છે.જેમ કે વીડિયો કૉલ, વૉઇસ કૉલ, સ્ટેટસ સેટિંગ, મીડિયા અને ડોક્યુમેન્ટ ફાઇલ શેરિંગ અને પેમેન્ટ.
એપમાં આવા ઘણા ફીચર્સ સામેલ છે જે યુઝર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ સાથે એપ તેની વર્તમાન સુવિધાઓને વધુ અદ્યતન બનાવવા માટે નવા અપડેટ્સ લાવતી રહે છે. કંપની મેસેજ રિએક્શન અને કોમ્યુનિટી ટેબ જેવી સુવિધાઓ પર કામ કરી રહી છે જે ટૂંક સમયમાં એપમાં રોલઆઉટ કરવામાં આવશે.
લેટેસ્ટ માહિતી અનુસાર, WaBetaInfo એ જણાવ્યું છે કે,મેસેજિંગ પ્લેટફોર્મ તેના યુઝર્સ માટે ગ્રુપ પોલિંગ ફીચર લાવવાની યોજના બનાવી રહ્યું છે.જે યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ સિવાય WhatsApp તેના લેટેસ્ટ અપડેટમાં મેસેજ રિએક્શન ફીચરને રોલ આઉટ કરી શકે છે.કંપની આના પર મહિનાઓથી કામ કરી રહી છે. WaBetaInfo અનુસાર, WhatsApp તમારી ચેટ્સમાં એક રિએક્શન બટન ઉમેરવાની યોજના બનાવી રહ્યું છે જે તમને ઈમોજીનો ઉપયોગ કરીને મેસેજ પર રિએક્ટ કરવાની મંજૂરી આપશે.આ ફીચર હાલમાં ટેસ્ટીંગમાં છે અને તે એન્ડ્રોયડ અને iOS પર ટૂંક સમયમાં આવવાની આશા છે.