Site icon Revoi.in

WhatsApp કરી રહ્યું છે આ બે નવા ફીચર્સ પર કામ,ટૂંક સમયમાં થશે રોલઆઉટ

Social Share

વોટ્સએપ તેના પ્લેટફોર્મને સતત અપડેટ કરે છે અને તેમાં નવા ફીચર્સ સામેલ કરે છે.જાણવા મળતી વિગત મુજબ વોટ્સએપ બે નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. કંપની હવે પોતાના એપ માટે એક નવા કમ્યુનિટી ટેબ પર કામ કરી રહ્યું છે.એપના ફિચર ટ્રેકર WABetaInfo એ ખુલાસો કર્યો હતો કે,કંપની એક એવા ફીચર પર કામ કરી રહી છે,જે ફીચર ગ્રુપ એડમિનને કોઈ સ્પેસિફિક ગ્રુપને કમ્યુનિટી માં જોડવાની મંજુરી આપશે. પછી આ ગ્રુપ્સને એકસાથે કમ્યુનિટી ટેબની અંદર લિસ્ટ કરવામાં આવશે.WABetaInfo ની રિપોર્ટ છે કે,મેસેજિંગ પ્લેટફોર્મ હાલમાં કમ્યુનિટી ટેબ ફીચર ડેવલપ કરી રહ્યું છે. આ ફીચરને એન્ડ્રોયડ 2.22.6.9 માટે લેટેસ્ટ WhatsApp બીટામાં સ્પોટ કરવામાં આવ્યું છે.

જોકે,આ ફીચરને રોલઆઉટ કરવામાં આવ્યું નથી, ત્યારે ફીચર ટ્રેકરે એક સ્ક્રીનશોટ શેર કર્યો છે જે કોમ્યુનિટી ટેબ આઇકોન દર્શાવે છે.નવું આઇકન કેમેરા આઇકોનને બદલે છે જે વર્તમાન વર્ઝનમાં હાજર છે. કોમ્યુનિટી ટેબ એ ” કોમ્યુનિટી હોમ” ફીચરને શોર્ટકટ હોવાનું કહેવાય છે, જે હાલમાં કામમાં છે. કોમ્યુનિટી પાસે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ પ્રાઇવેટ સ્પેસ હોવાની સંભાવના છે જે ગ્રુપ એડમિનને તેમના ગ્રુપ પર વધુ સારું નિયંત્રણ કરવાની મંજૂરી આપશે.

આ સિવાય વોટ્સએપે તેના લેટેસ્ટ બીટા વર્ઝનમાં એક નવું ફીચર રજૂ કર્યું છે.આ ફીચર એન્ડ્રોયડ પર બીટા ટેસ્ટર્સને ટ્રેકર અનુસાર વોઇસ રેકોર્ડિંગને પોઝ અને ફરી શરૂ કરવાની મંજૂરી આપે છે.એન્ડ્રોયડ યુઝર્સ કે જેઓ હાલમાં WhatsAppના બીટા વર્ઝન માટે સાઇન અપ કરેલ છે તેઓ નવા ફીચરનો અનુભવ કરવા માટે વર્ઝન 2.22.6.9 પર અપડેટ કરી શકે છે.તે નોંધવું યોગ્ય છે કે,લેટેસ્ટ વર્ઝન વૉયસ નોટ રેકોર્ડ કરતી વખતે વૉયસ વેવફોર્મ્સ બતાવે છે.

WhatsAppએ હજુ સુધી કોમ્યુનિટી ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું નથી.જ્યારે પણ આવું થશે, બીટા ટેસ્ટર્સ સંપૂર્ણ રોલઆઉટ જોતા પહેલા તેનો ઉપયોગ કરી શકશે.વોટ્સએપે આ ફીચર વિશે હજુ સુધી કોઈ માહિતી આપી નથી, તેથી તે કહી શકાય નહીં કે,આ ફીચર જાહેર ઉપયોગ માટે ક્યારે ઉપલબ્ધ થશે.તેણે કહ્યું, વૉયસ રેકોર્ડિંગ પોઝ અને રિઝ્યૂમે સુવિધા ટૂંક સમયમાં જ રોલ આઉટ થવી જોઈએ, કારણ કે તે પહેલેથી જ બીટા ટેસ્ટીંગમાં છે.