Site icon Revoi.in

વોટ્સએપે લોન્ચ કર્યા કોવિડ -19 સાથે જોડાયેલ ‘Vaccines for All’ સ્ટીકર, જાણો તેમાં શું છે ખાસ

Social Share

દિલ્હીઃ ફેસબુક ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપએ નવા સ્ટીકર પેક લોન્ચ કર્યા છે.જેને Vaccines for All કહેવામાં આવ્યું છે. આ કંપની દ્વારા COVID-19 રસી વિશે જાગૃતિ ફેલાવવા અને વિશ્વવ્યાપી આરોગ્ય કર્મચારીઓના પ્રયત્નોની પ્રશંસા કરવા માટે રજૂ કરવામાં આવી છે.યુઝર્સ હવે તેને ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકે છે.

‘Vaccines for All’ સ્ટીકર પેકમાં કુલ 23 સ્ટીકરો છે. જે WHO દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે અને iOS અને Android બંને યુઝર્સ ઉપયોગ કરી શકે છે. આ સ્ટીકર પેકને લોંચ કરતાં કંપનીએ જણાવ્યું હતું કે,”વોટ્સએપ એપ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી Vaccines for All” નામનું સ્ટીકર પેક લોન્ચ કરી રહ્યું છે. અમને આશા છે કે, લોકો આ સ્ટીકરો દ્વારા એક બીજા સાથે જોડાઈ શકશે. કોવિડ – 19 વેક્સીન આવવા પર ખુશી,ઉત્સાહ અને સાથે મનમાં ચાલી રહેલા વિચારોને વહેંચવામાં સમર્થ હશો.આ મુશ્કિલ સમયમાં લોકોની જાન બચાવવા વાળા હેલ્થકેર હીરોઝ પ્રત્યે પોતાનું સન્માન દેખાડવા માટે પણ સ્ટીકરોનો ઉપયોગ કરશે.

છેલ્લા કેટલાક મહિનાઓથી કોવિડ -19 કેસ ફરી એકવાર વધવા માંડ્યા છે અને એકલા ભારતમાં 1 લાખ નવા કેસ નોંધાયા છે. ઘણા રાજ્યોએ હાઇ રિસ્ક ઝોનમાં નાઇટ કર્ફ્યુ લાદવાનું શરૂ કર્યું છે. વોટ્સએપએ દાવો કર્યો છે કે, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, બ્રાઝિલ અને ભારત જેવા દેશો તેની હેલ્પલાઈનનો ઉપયોગ કરીને લોકોને રસી અને નોંધણી પ્રક્રિયાથી સંબંધિત સાચી માહિતી વિશે માહિતી આપી રહ્યા છે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે, તેણે WhatsApp Business API દ્વારા મોકલેલા સંદેશાઓ પર લગાવવામાં આવતા ચાર્જ પણ માફ કરી દીધા છે.

આ સિવાય કંપની ટૂંક સમયમાં તેના ગ્રાહકોને એન્ડ્રોઇડથી iOS ડિવાઇસ પર ચેટ માઇગ્રેટ કરવાની મંજૂરી પણ આપી શકે છે. વોટ્સએપને ટ્રેક કરનારી WABetaInfo ની રીપોર્ટ મુજબ,કંપની ટૂંક સમયમાં એક એવું ફીચર લોન્ચ કરી શકે છે. જેનાથી ચેટ હિસ્ટ્રીને આઇઓએસ અને એન્ડ્રોઇડ વચ્ચે ટ્રાન્સફર કરી શકાય છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં આ સુવિધાઓ યુઝર્સ માટે રજૂ કરવામાં આવી શકાય છે.

આ ફીચર સિવાય કંપની એપમાં રંગ બદલવા માટે એક ફીચર પર કામ કરી રહી છે. જોકે આ સુવિધાઓ ક્યારે લાવવામાં આવશે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે કંપની તેને ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે.