નવા વર્ષની સાંજે WhatsAppએ કરી મોટી ભૂલ, પછી સરકાર પાસે માંગવી પડી માફી…જાણો શું છે સમગ્ર મામલો
ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે શનિવારે ભારતનો ખોટો નકશો દર્શાવતો વીડિયો ટ્વિટ કરવા બદલ વોટ્સએપને ફટકાર લગાવી હતી.મંત્રી રાજીવ ચંદ્રશેખરની ફટકાર બાદ વોટ્સએપે તે ટ્વિટ ડિલીટ કરી અને માફી માંગી.
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, WhatsAppએ એક લાઇવ સ્ટ્રીમ લિંક શેર કરી હતી અને લિંકમાં ભારતનો ખોટો નકશો હતો, જેમાં જમ્મુ અને કાશ્મીરના સંદર્ભમાં ભારતનો ખોટો નકશો દર્શાવવામાં આવ્યો હતો.
મંત્રીએ ભૂલ દર્શાવ્યા બાદ વોટ્સએપે ટ્વિટ ડિલીટ કરી દીધી હતી. બાદમાં અન્ય એક ટ્વિટમાં, WhatsAppએ કહ્યું, “અનિચ્છનીય ભૂલ તરફ ધ્યાન દોરવા બદલ મંત્રીનો આભાર.” અમે તેને તરત જ હટાવી દીધો છે. માફી માંગીએ છીએ અને અમે ભવિષ્યમાં કાળજી લઈશું.” આ અઠવાડિયાની શરૂઆતમાં,ચંદ્રશેખરે વિડિયો કૉલિંગ કંપની ઝૂમના સ્થાપક અને સીઈઓ એરિક યુઆનને પણ ભારતના ખોટા નકશા વિશે ચેતવણી આપી હતી.