- વોટ્સએપમાં આવી શકે છે મોટા બદલાવ
- યુઝર્સને આવી શકે છે પસંદ
- લાસ્ટ સીન ઉપરાંત આ પ્રકારે થઈ શકે છે બદલાવ
વોટ્સએપ સતત પોતાની એપ્લિકેશનમાં કેટલાક પ્રકારના બદલાવ કરી શકે છે. આ જાણકારી કંપની દ્વારા આપવામાં આવી છે જેમાં વોટ્સએપ પોતાની લાસ્ટ સીન, ડિસઅપિયરિંગ ચેટ, ગ્રુપ આઇકોન એડિટર અને ગ્રુપ ઈન્ફો રી-ડિઝાઇન, હાઈ રીઝોલ્યુશન વિડિઓઝ અને ફોટા, અને ઈમેજને સ્ટીકરમાં રૂપાંતરિત જેવા મોટા બદલાવ કરી શકે છે.
જો વાત કરવામાં આવે આ બધા વિષય પર વિસ્તૃત તો, હાલમાં, લાસ્ટ સીન હાઈડ કરવાનો વિકલ્પ છે. પરંતુ નવું લાસ્ટ સીન હાઈડ ફિચર વપરાશકર્તાઓને કેટલાક પસંદ કરેલા સંપર્કો માટે જ લાસ્ટ સીનને છુપાવવાનો વિકલ્પ આપશે. આ સુવિધા WABetaInfo દ્વારા આપવામાં આવી હતી. ટૂંક સમયમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં My contacts except એક નવો વિકલ્પ મળી શકે છે.
ફોટોઝ અને વીડિયો બાબતે હાલમાં તો વોટ્સએપ હેવી ફાઇલો ધરાવતાં વીડિયો અને ફોટાને કંપ્રેસ કરી દે છે. જેથી વપરાશકર્તાઓ ઓછા ઇન્ટરનેટ ખર્ચ કરીને તેમને સરળતાથી મોકલી શકે. પરંતુ કેટલીકવાર વપરાશકર્તાઓને ઉચ્ચ રીઝોલ્યુશનમાં ફોટા અને વિડિઓ મોકલવાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં વપરાશકર્તાઓએ ટેલિગ્રામ વગેરે જેવી અન્ય એપ્લિકેશનોનો આશરો લેવો પડે છે.
વોટ્સએપ પર ફેસ્ટિવલ આવતાની સાથે જ યુઝર્સ લેટેસ્ટ અને યુનિક સ્ટીકરો ડાઉનલોડ કરવાનું શરૂ કરી દે છે. પરંતુ ટૂંક સમયમાં વપરાશકર્તાઓને એક નવું ફીચર મળશે, જેની મદદથી તેઓ કોઈપણ ચિત્રને સ્ટીકરમાં રૂપાંતરિત કરી શકશે. આ નવી સુવિધા કેપ્શન બારમાં દેખાશે, જે ફોટો મોકલતી વખતે દેખાશે. આ સુવિધા હાલમાં પરીક્ષણના તબક્કામાં છે અને બીટા વર્ઝન 2.2137.3 માં જોવા મળી હતી.