અનેક વિવાદો બાદ ફેસબૂક પર વ્હોટ્સએપ પ્રાઈવેસી પોલિસી અપડેટ સ્થગિત કરાઈ
- વ્હોટ્સએપ ના ડેટા ફેસબૂકે પર શેર કરવા બાબતે વિવાદ સર્જાયો હતો
- ડેટા ફેસબૂક પર એપડેટ કરવાની સિસ્ટસ સ્થગિત કરાઈ
દિલ્હીઃ-તાજેતરમાં વ્હોટ્સએપ કંપનીની પ્રાઈવેસી પોલિસી અંગે મચેલા હોબાળા વચ્ચે વ્હોટ્સએપે જાહેરાત કરી કે તેણે તેમની પ્રાઈવેસી પોલિસી અપડેટ મોકૂફ રાખી છે. કંપનીએ કહ્યું કે લોકો સુધી ખોટી માહિતી પહોંચવાના કારણે પ્રાઈવેસી અપડેટ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલા ફેસબુકની માલિકીની વ્હોટ્સએપ નવી પોલિસીને લઈને પોતાનો ખુલાસો આપી ચુક્યું છે. વોટ્સએપે નવી પ્રાઈવેસી પોલિસી વિશે કહ્યું છે કે તેનાથી મિત્રો અને પરિવાર સાથેની વ્યક્તિગત ચેટિંગ પર કોઈ અસર પડશે નહી પરંતુ લોકોને સતતએ વાતનો ભય હતો જેને લઈને આ એપડેટ પોસિસીએ સમગ્ર વિશ્વભરમાં વિવાદ સર્જયો હતો
વ્હોટ્એપે કહ્યું હતું કે નવી પોલિસી ફક્ત બિઝનેસ એકાઉન્ટ્સ માટે જ છે. વોટ્સએપએ ટ્વિટ કર્યું છે કે, વપરાશકર્તાઓની ચેટ્સ પહેલાની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી સંપૂર્ણ સુરક્ષિત છે. વોટ્સએપ મેસેજિંગ એપ્લિકેશન પર વ્યાપારી વિનિમયની સુવિધા આપીને આવક ઉત્પન્ન કરવાની યોજના માટે વિલંબ એ મોટો ઝટકો છે.
વ્હોટ્સએપે આ અંગે આપી સફાઈ
આ સમગ્ર બાબતથી દરેક લોકોને વાકેફ કરતા વ્હોટ્સએપે તેના બ્લોગમાં લખ્યું છે કે, 8 ફેબ્રુઆરીથી કોઈએ પણ તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલીટ કરવું પડશે નહીં. વ્હોટ્સએપ પર ગોપનીયતા અને સુરક્ષા કેવી રીતે કાર્ય કરે છે તે અંગેની ખોટી માહિતીને સુધારવા માટે અમે બઘુ ઘણું કરવા જઈ રહ્યા છીએ જેનાથી ખોટી માહિતીથી લોકો દુર રહે.
સાહિન-