Site icon Revoi.in

વ્હોટ્સએપ વીડિયો-ઓડિયો કોલ થઈ રહ્યા છે રેકોર્ડ – વપરાશકર્તાઓ માટે એલર્ટ

Social Share

દિલ્હીઃ- મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં યુઝર્સને ઘણા ફીચર્સ મળતા હોય છે, જેનાથી ચેટીંગ અને મેસેજિંગ એક્સપીરિયન્સ વધુ શ્રેષ્ઠ બને છે, પરંતુ વધુ ફીચર્સના લોભમાં ઘણા યુઝર્સ ક્લોન અથવા થર્ડ પાર્ટી વોટ્સએપ વર્ઝનનો ઉપયોગ કરે છે. જો કે, આ ક્લોન કરેલ એપ્સનો ઉપયોગ કરવાછથી તનારી પ્રાઈવનેસી ખોરવાય શકે છે.

આ બાબતે એક નવી બાબત સામે આવી ચે. નવા રિપોર્ટમાં ક્લોન કરેલા વોટ્સએપ વર્ઝનની મદદથી યુઝર્સના ઓડિયો અને વીડિયો રેકોર્ડ કરવાનો મામલો સામે આવ્યો છે.સાયબર-સિક્યોરિટી કંપની ESET  આ બાબતે એર રિપોર્રિટ જારી કર્પોયો છે

પ્રાપ્ત વિગત પ્રમાણે આ રિપોર્ટમાં  વ્હોટ્સએપના થર્ડ પાર્ટી, ક્લોન અને અનઓફિશિયલ વર્ઝન સ્પાયવેરનો ઉપયોગ કરી રહ્યા છે. ‘GB Whatsapp’ નામના લોકપ્રિય પરંતુ ક્લોન થર્ડ-પાર્ટી વોટ્સએપ વર્ઝનની મદદથી માત્ર યુઝર્સની ચેટ જ નહીં પરંતુ તેમના વૉઇસ અને વીડિયો કૉલન પણ રેકોર્ડ કરી રહ્યા છે. આ સાથે જ યુઝર્સને આ એપનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવાના સૂચનો આપવામાં આવ્યા છે.

રિપોર્ટ પ્રમાણે સુવિધાઓના લોભમાં, ઘણા વપરાશકર્તાઓ ક્લોન અથવા થર્ડ-પાર્ટી વોટ્સએપ વર્ઝનનો ઉપયોગ કરે છે. હવે મહત્વની વાત એ છે કે આ ક્લોન કરેલ એપ્સનો ઉપયોગ કરવાનો અર્થ છે તમારી પ્રાઈવસી સાથે ચેડા કરવા. નવા રિપોર્ટમાં ક્લોન કરેલા વોટ્સએપ વર્ઝનની મદદથી યુઝર્સના ઓડિયો અને વીડિયો રેકોર્ડ કરવાનો મામલો સામે આવ્યો છે અને પછી લોકોના આ ડેટાનો ઉપયોગ અરાધિક પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે.

ઉલ્કેલેખનીય છે કે  ભૂતકાળમાં ઘણી વખત વોટ્સએપે યુઝર્સને આ પ્રકારની એપ્સનો ઉપયોગ ન કરવાનું સૂચન કર્યું હતું. આ કારણે કંપનીએ ઘણા ખાતા બંધ પણ કરી દીધા હતા. આ બધું હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો આ ક્લોન એપ્સનો ઉપયોગ કરે છે. લોકોના આ ઉપયોગનું મુખ્ય કારણ થોડી વધુ સુવિધાઓ છે અને વધુ સુવિધાઓના કારણે લોકો પોતાની સુરક્ષા સાથે સમાધાન કરે છે.