Site icon Revoi.in

વોટ્સએપ પણ ગુગલમેપની જેમ કામ કરશે, જગ્યાઓ વિશેની મેળવી શકાશે માહિતી

Social Share

વોટ્સએપ છેલ્લા કેટલાક સમયથી એપ્લિકેશનમાં એ પ્રકારના બદલાવ કરી રહ્યું છે જેને જોઈને હવે લાગે છે કે વોટ્સએપ જ આગામી સમયમાં બધુ આપતું થઈ જશે. વોટ્સએપમાં લોકેશન શેર કરી શકાય, ચેટ થાય, પેમેન્ટ થાય આટલી બધી સુવિધાઓની વચ્ચે હવે નવી સુવિધા લઈને આવી શકે છે જેમાં હવે લોકો ગુગલ મેપની જેમ જગ્યાઓ વિશે પણ માહિતી મેળવી શકશે.

વોટ્સએપ બિઝનેસ એપ પર હવે યુઝર્સ વોટ્સએપમાં જ કોઇ પણ દુકાન અને સર્વિસ વિશે સર્ચ કરી શકશે. વોટ્સએપ બિઝનેસની આ સુવિધાનું હાલમાં બ્રાઝિલમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

કંપની બિઝનેસ એપ દ્વારા પોતાની કમાણી વધારવા માંગે છે, જોકે આવનારા સમયમાં વોટ્સએપમાં જાહેરાતો જોવા મળી શકે છે. અત્યાર સુધી ઘણા રિપોર્ટ આવ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ વોટ્સએપ સ્ટેટસમાં જાહેરાતો જોવા મળશે.

વોટ્સએપ દ્વારા આ બાબતે કહેવામાં આવ્યું છે કે વિશ્વભરના લાખો જાહેરાતકર્તાઓ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક દ્વારા વોટ્સએપ પર ક્લિકનો ઉપયોગ કરી રહ્યા છે જેથી તમે તમારા વપરાશકર્તાઓ સાથે સીધા જોડાઈ શકો. વર્ષ 2014માં ફેસબુકે વોટ્સએપને લગભગ 14 લાખ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું અને ત્યારથી જ તે વોટ્સએપને વધુ ઉપયોગી બનાવવા માટે નવા નવા ફિચર્સ લાવતુ રહે છે.