1. Home
  2. ગુજરાતી
  3. વોટ્સએપને જોરદાર ટક્કર આપશે ટેલિગ્રામ,કંપનીએ આ ફીચરમાં કર્યો બદલાવ
વોટ્સએપને જોરદાર ટક્કર આપશે ટેલિગ્રામ,કંપનીએ આ ફીચરમાં કર્યો બદલાવ

વોટ્સએપને જોરદાર ટક્કર આપશે ટેલિગ્રામ,કંપનીએ આ ફીચરમાં કર્યો બદલાવ

0
Social Share
  • વોટ્સએપને મળશે જોરદાર ટક્કર
  • ટેલિગ્રામ આપશે ટક્કર
  • કંપનીએ એપ્લિકેશનમાં કર્યો આ બદલાવ

ટેલિગ્રામ કે જે આજકાલ લોકોના મોબાઈલમાં વોટ્સએપની જેમ જ જોવા મળે છે. બંન્ને એપ્લિકેશન મેસેજ માટે જ વધારે ઉપયોગ થાય છે પરંતુ ટેલિગ્રામમાં લોકોને વધારે પ્રકારની સુવિધા અને લાભ મળતો હોવાથી લોકો તેને ક્યારેક વોટ્સએપ કરતા વધારે પસંદ કરે છે. પણ હવે ટેલિગ્રામ દ્વારા નવા ફીચર એડ કરવામાં આવ્યા છે જે બાદ વોટ્સએપને ટેલિગ્રામ દ્વારા જોરદાર ટક્કર મળવાની હોય તેમ લાગી રહ્યું છે.

ટેલિગ્રામ માટે એક નવું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે. આ અપડેટ પછી ટેલિગ્રામમાં ઘણા નવા ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. આ ફીચર્સ આવ્યા બાદ વોટ્સએપ ઘણું પાછળ રહી ગયું છે. નવા અપડેટમાં, ડાઉનલોડ મેનેજર, રિડિઝાઇન લોગિન ફ્લો, લાઇવ બ્રોડકાસ્ટ માટે સપોર્ટ અને અન્ય સુવિધાઓ બહાર પાડવામાં આવી છે.
New Attachment Menu ટેલિગ્રામ વપરાશકર્તાઓને હવે એક નવું મેનૂ મળશે જેમાંથી તેઓ મલ્ટીપલ ફાઇલો પસંદ કરી અને મોકલી શકશે. આ મેનુને ટોચ પર આપેલ Selected પર ટેપ કરીને ઍક્સેસ કરી શકાય છે. આમાં, ચેટમાં આલ્બમ કેવું દેખાશે તેનો પ્રીવ્યુ કરી શકાય છે. આ ઉપરાંત, તેણે એન્ડ્રોઇડ એપ માટે ટ્રાંસપેરેન્સી ઈફેક્ટ પણ રજૂ કરી છે.

Redesigned Login Flow અને Phone Number Links કંપનીએ કહ્યું છે કે તે એન્ડ્રોઇડ અને MacOS-આધારિત એપ્સ માટે રિડિઝાઇન કરેલ લોગિન ફ્લો બહાર પાડી રહી છે. આ સિવાય યુઝર્સ પોતાની પ્રોફાઇલ માટે એક યુનિક નામ બનાવી શકશે. આ માટે તેમણે સેટિંગ પેજ પર જવું પડશે. આની મદદથી યુઝર્સ પોતાની પ્રાઈવસી માટે ફોન નંબરની જગ્યાએ યુઝરનેમ સર્ચ કરી શકે છે.

Live Streaming With Other Apps ટેલિગ્રામે અમર્યાદિત લોકો સાથે લાઇવ સ્ટ્રીમિંગ માટે સપોર્ટ પણ બહાર પાડ્યો છે. કંપનીએ કહ્યું કે આ અપડેટ પછી યુઝર્સ સ્ટ્રીમિંગ ટૂલ દ્વારા બ્રોડકાસ્ટ કરી શકશે. આ માટે, તેઓ OBS સ્ટુડિયો અને XSplit બ્રોડકાસ્ટર ટૂલનો ઉપયોગ કરી શકે છે.

ડાઉનલોડ મેનેજર ટેલિગ્રામે પહેલાથી જ યુઝર્સને 2GB સુધીની ફાઇલો શેર કરવાની સુવિધા આપી છે. હવે જ્યારે ફાઇલ ડાઉનલોડ થઈ રહી હોય ત્યારે યુઝર્સને સર્ચ બારમાં એક નવું આઈકન દેખાશે. આ સાથે, તેઓ ડાઉનલોડ મેનેજરને ઍક્સેસ કરી શકે છે જ્યાં તેઓ બધી ડાઉનલોડ કરેલી ફાઇલો જોઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code