Whatsapp ટૂંક સમયમાં એકથી વધુ ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ કરવા પર મૂકશે પ્રતિબંધ,કંપની લાવી રહી છે નવું ફીચર
- WhatsApp માં આવી રહ્યું છે નવું ફીચર
- એકથી વધુ ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ કરવા પર રોક
- WhatsAppનું નવું રોલઆઉટ બીટામાં છે
દુનિયાભરના અબજો લોકો ચેટિંગ અને મીડિયા ફાઇલો શેર કરવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે.આ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઘણી વિશેષતા ધરાવે છે.આ ઉપરાંત તેમાં કેટલીક મર્યાદિત સુવિધાઓ પણ છે.એપ તેના કેટલાક ફીચર્સમાં ફેરફાર કરવા પર કામ કરી રહી છે. જેમાં એપની મેસેજ ફોરવર્ડ સર્વિસ સામેલ છે.WhatsApp અમુક ચોક્કસ મેસેજ ફોરવર્ડ મર્યાદિત કરવા જઈ રહ્યું છે.કંપનીએ એપ દ્વારા ખોટી માહિતી અને ફેક ન્યૂઝના ફેલાવાને મર્યાદિત કરવા માટે કડક પગલાં લીધા છે.મેટા-માલિકીની ફેસબુક કંપનીએ પહેલેથી જ તમે એપ્લિકેશન પર ચેટને કેટલી વાર ફોરવર્ડ કરી શકો છો તેની સંખ્યાને પ્રતિબંધિત કરી દીધી છે.એક નવા અહેવાલ મુજબ આગામી વર્ષોમાં આ મર્યાદા વધુ ઘટાડી શકાય છે.Whatsapp ટૂંક સમયમાં એકથી વધુ ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ કરવા પર પ્રતિબંધ મૂકશે.
WABetainfoના એક રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp હવે તમામ મેસેજ ફોરવર્ડ કરવાની મર્યાદા ઘટાડવા માંગે છે.આ નવું ફીચર વોટ્સએપ બીટાના એન્ડ્રોઈડ બીટા v2.22.7.2 એન્ડ્રોઈડ વર્ઝનમાં રજૂ કરવામાં આવશે.
જ્યારે Whatsapp યુઝર્સ વાયરલ ફોરવર્ડેડ મેસેજને એક કરતા વધુ ગ્રુપમાં મોકલવા માંગે છે, ત્યારે તેઓ સ્ક્રીન પર એક ટેક્સ્ટ જુએ છે જેમાં લખ્યું છે કે,ફોરવર્ડેડ મેસેજ ફક્ત એક જ ગ્રુપમાં મોકલી શકાય છે. હાલમાં, વોટ્સએપ યુઝર્સ માત્ર એક ચેટ પર વાયરલ ફોરવર્ડ મેસેજ શેર કરી શકે છે.ત્યારપછી તેમને અન્ય યુઝર્સને મેસેજ ફોરવર્ડ કરવાની મર્યાદા અંગે એલર્ટ કરવામાં આવશે.
આ માટે યુઝર્સને તેમના ફોરવર્ડ મેસેજની સમીક્ષા કરવાની અને ખોટા સંદેશાઓના ફેલાવાને આપમેળે મર્યાદિત કરવાની જરૂર પડશે.એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન એ WhatsAppનું ફીચર છે. WhatsApp એપને આગળ ધપાવ્યા વિના તેનો દુરુપયોગ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. WhatsAppનું નવું રોલઆઉટ બીટામાં છે, તેથી હાલમાં તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.