Site icon Revoi.in

હિંમતનગર તાલુકામાં સિંચાઈ માટે પાણી ન અપાતા ખેડુતોનો ઘઉંનો પાક મુરઝાઈ રહ્યો છે

Social Share

હિંમતનગર : શહેરના 21 ગામોના કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતો વાવેતર કરેલા ઘઉંના પાકને પાણી વિના વ્યાપક નુકશાન થવાને પગલે સિંચાઈ વિભાગ પાસે પાચમા પાણની લેખિત માંગણી કરી છે. સાબરકાંઠા જિલ્લાના હિમતનગર, પ્રાંતિજ, દહેગામ અને ગાંધીનગર તાલુકાના 100 થી વધુ ગામોને હિમતનગરના હાથમતી-ઇન્દ્રાસી જળાશયમાંથી સિંચાઈ માટે કેનાલ ધ્વારા પાણી આપવામાં આવે છે. ત્યારે રવિ સીઝન માટે હાથમતી અને ઇન્દ્રાસી જળાશયમાંથી ચાર પાણી આપવાનું નક્કી કર્યું હતું. જેને લઈને અત્યાર સુધીમાં અ,બ અને ક ઝોનમાં કેનાલ ધ્વારા ત્રણ પાણી આપી દીધા છે અને ચોથું પાણ હાલમાં આપવાનું ચાલી રહ્યું છે. માર્ચ મહિનામાં પાણી આપવાનું પૂર્ણ થઇ જશે. ત્યારે હવે હિમતનગર તાલુકાના 21 ગામોના સિંચાઈ સલાહકાર મંડળી અને ખેડૂત આગેવાનોએ સાથે મળી પોતાનો વાવેતર કરેલ ઘઉંનો પાકમાં દાણામાં દૂધ ભરાયું છે, ત્યારે હવે એક પાણ મળે તો ઘઉંના પાક સારો પાકી શકે તેમ છે. જેથી લેખિતમાં પાણી આપવા માંગ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હિંમતનગર તાલુકાના 21 ગામડાંના ખેડુતોએ ઘઉંનું સારૂએવું વાવેતર કર્યું છે. પણ સિંચાઈનું પાણી ન અપાતા ઘઉંનો પાક મુરઝાઈ રહ્યો છે. તેથી  હડીયોલની માઈનોર પિયત સહકારી મંડળી લીમીટેડ અને ઉમિયા પિયત સહકારી મંડળી બંનેએ લેખિતમાં પાંચમું પાણ આપી પાક બચાવી લેવા માંગ કરી છે.  રવિ સીઝનમાં હિમતનગરના હાથમતી-ઇન્દ્રાસી જળાશયમાંથી કેનાલમાં સિંચાઈ વિભાગ ધ્વારા ચાર પાણી આપવાનું નક્કી કર્યું હતું તે સમયે જળાશયમાં પાણી 40 ટકા હતું કર્યા બાદ ત્રણ પાણી આપી દીધા છે. ચોથું પાણ વહી રહ્યું છે. કેનાલમાં ત્યારે જળાશયમાં હવે 15 ટકા પાણી છે. તો જેને લઈને હિમતનગર, પ્રાંતિજ, દહેગામ અને ગાંધીનગર તાલુકાના ગામોના 3000 હજારથી વધુ હેક્ટરમાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે. જેથી ખેડૂતોના મુખ્યત્વે ઘઉંના સારો પાક થયો છે. ત્યારે હવે આ ઝોનની કેનાલના પાણી પર આધારિત હિમતનગર તાલુકાના 21 ગામોના ખેડૂતોને ચાર પાણ પૂર્ણ થયા છે. ત્યારે હવે તેમનો 150 એકરમાં વાવેતર કરાયેલો ઘઉંનો પાક પાણી વિના મુરઝાવવા લાગ્યો છે. ઘઉં લીલા છે દાણામાં દૂધ ભરાયું છે. હવે પાણીની જરૂર છે તેવી માંગણી ખેડતોએ અને પિયત મંડળીઓએ કરી છે.