Site icon Revoi.in

એક યુવકે ટ્વિટર પર મંદિર ઓળખવાની આપી ચેલેન્જ , તો પીએમ મોદીએ આપ્યો જવાબ

Social Share

દિલ્હીઃ-સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એક એવું માધ્યમ છે જ્યાં તમને ટ્રેંડિંગ અને નવી ઈન્ફોર્મેશન સતત મળતી રહેતી હોય છે. લોકો માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ખૂબ જ એઐક્ટિ્વ રહેતા હોય  છે. જેમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે. ટ્વિટર પર તેમના બે ખએકાઉન્ટ  છે, એક વડા પ્રધાન કાર્યાલયના નામે અને બીજું પોતાના નામે છે.

વિતેલા દિવસને શુક્રવારે એક યુઝરે લોકોને એક મંદિરનો ફોટો મૂકીને ઓળખવા બાબતે ચેલેન્જ આપી હતી, પરંતુ પીએમ મોદીએ ટ્વિટર પર જ તેનો જવાબ આપી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. જેમાં  રસપ્રદ વાત એ છે કે ત્રણ વર્ષ પહેલા વડા પ્રધાન મોદીએ પોતે જ આ ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો.

લોસ્ટ ટેમ્પ્લેસ નામના એક ટ્વિટર એકાઉન્ટમાં એક ફોટો શેર કરવામાં આવ્યો છે જેમાં ગંગા નદીના ઘાટનાં કાંઠે મંદિર જોવા મળી રહ્યું છે અને ગંગા આરતી પણ કરવામાં આવતી બતાવવામાં આવી છે. આ ફોટો શેર કરતાં, આ માણસે અમેરિકન લેખક માર્ક ટ્વેન સંબંધિત શહેર વિશે લખેલા શબ્દોનો ઉલ્લેખ કરતા લખ્યું કે, ઇતિહાસ કરતા પણ પ્રાચીન, પરંપરા કરતા પણ પ્રાચીન, દંતકથા કરતા પણ મોટા, શું તમે આ શહેરને ઓળખી શકો છો?

આ યુવકના ટ્વિટ પર દેશમા પ્રધાનમંત્રીએ જવાબ આપતા લખ્યું છે કે, હું નિશ્ચિત રીતે આને ઓળખી શકુ છું,  મને યાદ છે કે થોડા વર્ષ પહેલા મે આ ફોટોને શોર કર્યો હતો,કાશીનું આ રત્નેશ્વર મહાદેવ મંદિર છે.

વર્ષ। 2017 દપરમિયાન પીએ મોદીએ આ ફોટો શેર કર્યો હતો, પીએમ મોદીના આ ટ્વિટને થોડી જ ક્ષણોમાં હજારો લાઈક્સ મળી છે, જો કે આમ પણ પીએમ મોદી ચટ્વિટર પર સૌથી લોકપ્રીય નેતા સાબિત થયા છે, તેમની લોકપ્રિયતા હંમેશા ટ્વિટર પર જોવા મળતી જ આવી છે.પીએમ મોદીએ તે યુવકને આપેલો જવાબ હવે ટ્રેન્ડ કરી રહ્યો છે.

સાહિન-