Site icon Revoi.in

શ્વાન કરડે ત્યારે તાત્કાલિક ઘરે કરો આવી રીતે પ્રાથમિક ઉપચાર

Social Share

અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્ટ્રીટ ડોગનો ઉપદ્રવ વધ્યો છે. વહીવટી તંત્ર દ્વારા શેરી શ્વાનની સમસ્યાના નિકાલ માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન કેટલાક લોકો શ્વાન કરડ્યાં બાદ પેટમાં 14 જેટલા ઈન્જેક્શન લેવાની વાતથી ડરીને તબીબ પાસે જવાનું ટાળે છે. જો કે, શેરી શ્વાન કરડે તો તબીબનો સંપર્ક કરવો જોઈએ. તેમજ ઘરે જ પ્રાથમિક ઉપચાર કરવો જોઈએ.

કૂતરા કરડવાથી હડકવા થવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં ડોક્ટર પાસે જતા પહેલા પ્રાથમિક સારવારના રૂપમાં કેટલીક સાવચેતી રાખવી જોઈએ. આ માટે, જો કોઈ વ્યક્તિને કૂતરો કરડે તો તરત જ જ્યાં કૂતરો કરડ્યો હોય તે જગ્યાને પાણી અને હળવા સાબુથી ધોઈ લો. કરડેલી જગ્યાને ઓછામાં ઓછી દસ મિનિટ સુધી ધોવાથી વાયરસને ફેલાતો અટકાવી શકાય છે.

હડકવાના વાયરસના ફેલાવાને રોકવા માટે, કૂતરાના કરડવાની જગ્યાને પાણીથી સારી રીતે ધોઈ લો અને તેને સૂકવી દો, પછી તે જગ્યા પર સારી એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવો. તેનાથી વાયરસ ફેલાશે નહીં. જો એન્ટિસેપ્ટિક ક્રીમ ઉપલબ્ધ ન હોય, તો તમે આલ્કોહોલ અથવા આયોડિન એટલે કે મીઠું પણ લગાવી શકાય છે.

વાયરસના ફેલાવાને રોકવા માટે પ્રાથમિક સારવાર કરવામાં આવે છે, પરંતુ આ પછી રસી મેળવવામાં વિલંબ કરશો નહીં. કૂતરો કરડ્યા પછી અને પ્રાથમિક સારવાર પછી તરત જ ડૉક્ટર પાસે જાઓ અને હડકવા વિરોધી ઈન્જેક્શન લો. આનાથી તમને હડકવા ફેલાવવાનું જોખમ રહેશે નહીં.