Site icon Revoi.in

વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે છે? કેવી રીતે શરૂ થઈ આ દિવસની ઉજવણી,જાણો ઈતિહાસ

World Blood Donor Day Medical Prevention and Awareness Vector vector background, Banner, Poster, Card observed On June Every Year.

Social Share

લોહી વગર શરીર હાડકાં અને માંસથી ભરેલું છે. શરીરની સરળ કામગીરી માટે લોહીની જરૂર પડે છે. લોહીની કમી વ્યક્તિના જીવનને જોખમમાં મૂકી શકે છે. જો લોહીની જરૂરિયાત હોય ત્યારે સમયસર રક્ત પુરું પાડવામાં ન આવે તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. રક્તની ઉણપ પૂરી કરીને રક્તદાન દ્વારા જીવન બચાવી શકાય છે. આ કારણોસર લોકોને રક્તદાન માટે જાગૃત કરવામાં આવે છે, જેથી એક સ્વસ્થ વ્યક્તિ જરૂરિયાતમંદોને રક્તદાન કરી જીવન બચાવી શકે. રક્તદાનને પ્રોત્સાહન આપવા અને રક્તદાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે વિશ્વભરના લોકોને જરૂરીયાતમંદોને લોહી આપવા માટે પ્રેરિત કરવામાં આવે છે, જેથી કોઈ દર્દીનું લોહીના અભાવે મૃત્યુ ન થાય.

વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષે 14મી જૂને ઉજવવામાં આવે છે. રક્તદાતા એ વ્યક્તિ છે જે પોતાનું રક્ત જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરે છે.

રક્તદાતા દિવસની ઉજવણી ક્યારે શરૂ થઈ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વર્ષ 2004માં બ્લડ ડોનર ડે મનાવવાની શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે 14મી જૂને બ્લડ ડોનર ડેની ઉજવણી કરવામાં આવી હતી.

14 જૂને જ શા માટે બ્લડ ડોનર ડે ઉજવવામાં આવે છે?

14 જૂને આ દિવસ ઉજવવાનું એક ખાસ કારણ છે. વિજ્ઞાની કાર્લ લેન્ડસ્ટીનરે બ્લડ ગ્રુપ સિસ્ટમની શોધ કરી. આ યોગદાન માટે કાર્લ લેન્ડસ્ટીનરને 1930 માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. બ્લડ ડોનર ડે વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટીનરને સમર્પિત છે, જેમનો જન્મદિવસ 14 જૂને આવે છે.

વિશ્વ રક્તદાતા દિવસની થીમ

દર વર્ષે બ્લડ ડોનર ડેની ખાસ થીમ હોય છે. આ વર્ષે વિશ્વ રક્તદાતા દિવસ 2023 ની થીમ છે Give blood, give plasma, share life, share often.