એવું કહેવાય છે કે જ્યારે પણ વ્યક્તિની ઉંમર થાય ત્યારે તેના શરીરમાં અનેક પ્રકારના બદલાવ પણ આવવા લાગે છે, આ બદલાવ એવા હોય છે કે કેટલાક લોકોને ઉંમર વધવાની સાથે ઊંઘ આવવાનું ઓછું થઈ જતું હોય છે તો કેટલાક લોકોને વધારે પણ ઊંઘ આવવા લાગે છે, તો આવામાં જ્યારે ઉંમર 40 વર્ષની થાય ત્યારે લોકોએ આટલા કલાક તો જરૂર ઊંઘવું જ જોઈએ જેથી કરીને શરીર પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને ફુંડન યુનિવર્સિટીના સંશોધકોએ 5 લાખ પુખ્તો પર સંશોધન કર્યું હતું. તેમાં 38 થી 73 વર્ષની વયજૂથના લોકો સામેલ હતા. આ લોકોને તેમની ઊંઘની પેટર્ન, માનસિક સ્વાસ્થ્ય, એકંદર સ્વાસ્થ્ય વગેરે વિશે પૂછવામાં આવ્યું અને તેઓ અનેક જ્ઞાનાત્મક પરીક્ષણો દ્વારા સંશોધનનો ભાગ બન્યા. તેમાંથી 40 હજાર લોકોના બ્રેઈન ઇમેજિંગ અને જિનેટિક ડેટાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના આધારે એવું કહેવામાં આવ્યું છે કે જો આ વયના લોકો 7 કલાકથી ઓછી ઊંઘ લે છે, તો તે માત્ર તેમના માનસિક સ્વાસ્થ્ય માટે જ સારું નથી પરંતુ તે દરેક રીતે તેમના શારીરિક પ્રદર્શનને પણ અસર કરી શકે છે.
અપૂરતી ઊંઘને કારણે કોઈપણ કામ માટે તમારી પ્રોસેસિંગ સ્પીડ ઘટી જાય છે, તમારી યાદશક્તિ નબળી પડે છે, તમારી સમસ્યા હલ કરવાની ક્ષમતા ઘટી શકે છે. તમે હંમેશા થાક અનુભવી શકો છો અને તેના કારણે તમારી સમસ્યા વધી શકે છે.
સંશોધકોના મતે જો તમે ગાઢ ઊંઘ ન લો તો તમારી યાદશક્તિમાં સમસ્યા થઈ શકે છે. આનાથી એમાયલોઈડ નામનું પ્રોટીન નીકળે છે જે ડિમેન્શિયા જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે. ધીમે-ધીમે આ તમારી યાદશક્તિ પર ઘણી અસર કરશે અને તેના કારણે આવનારા વર્ષોમાં સમસ્યા વધી શકે છે.