બાળક 6 મહિનાનું થાય એટલે આ પ્રકારનો હળવો ખોરાક આપવાનું શરુ કરો,બાળક બનશે હેલ્ધી
દરેક માતાની ચિંતા હોય છે કે બાળક મોટૂ થાય પછી તેને શું ખવડાવવું ખાસ કરીને બાળક કેટલા મહિનાનું થાય ત્તેયારે તેને અનાજ આપવાનું શરુ કરવું ,
સામામન્ય રીતે બાળક 6 મહિના પુરા કરે ત્યાર બાદ તેને હળવો ખોરાક એટલે કે લિક્વિડ આપવાનું શરુ કરવું જોઈએ આ સાથે જ ખિચડી કે ભાત એકદમ નરમ બનાવીનેખવડાવવું જોઈએ.
બાળકને એવો ખોરાક આપવો જે હેલ્ઘી હોય અને તે ખોરાક સરળતાથી પચી શકે અને બાળકને નુકશાન નહી થાય, આમ તો દરેક માતા 6 મહિનાનું બાળક થાય એટલે તેને સાદો ખોરાક હળવે હળવે ખવડાવવાનું શરુ કરી છે,
ઓસામણ-
જો તમારું બાળક 6 મહિનાનું થાય ત્યારે તમે ઓસાવેલા ભાતનું પાણી 2 થી 3 ચમચી પીવડાવી શકો છો, જેનાથી તેનું પેટ ભરાશે.
કેળા –
આ સાથે જ બાળક 6 મહિનાનું થાય ત્યારથી તમે તેને કેળા ખવડાવી શકો છો. 6 મહિનાના બાળકને દિવસમાં એકવાર નાનું કેળુ અથવા અડઘુ ખવડાવી શકો. કેળા બાળકોને શરદી-ઉધરસથી પણ બચાવે છે.આ માટે કેળાને ક્રશ કરીને ખવડાવવું જોઈએ,
દાળ કઠોળનું પાણી –
બાળક 6 મગિનાનું થાય એટલે બાફેલી દાળને પાણી નાખીને ક્રશ કરી પાતળી બનનાવી દો. ત્યાર બાદ 4 થઈ 5 ચમચી દાળનું પાણી તમે તમારા બાળકને પીવડાવી શકો છો, આ માટે મગની દાળ બેસ્ટ છે,
ભાત-
જો તમને લાગે કે તમારું બાયળક ગૂધ પીધા પછી પણ વધુ ભૂખ્યું રહે છે ઓવી સ્થિતિમાં ભાતને બરાબર ક્રશ કરીને તમે દૂધ સાથે બાળકને ખવડાવી શકો છો.