બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીદર, હુમનાબાદમાં જનસભાને સંબોધિત કરીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, મારુ સૌભાગ્ય છે કે, વિધાનસભામાં મારા ચૂંટણી પ્રચારની શરૂઆત બીદરથી થઈ છે. આજે મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યાં છે જે સંમગ્ર દેશને એક સંદેશ આપી રહ્યાં છે કે, આ વખતે ભાજપા સરકાર. આ ચૂંટણી કર્ણાટકને દેશનો નંબર 1 રાજ્યને બનાવતી ચૂંટણી છે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે જ્યારે મને અપશબ્દો બોલવામાં આવ્યાં છે ત્યારે પ્રજાએ કોંગ્રેસને જવાબ આપ્યો છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અત્યાર સુધી 91 વખત ગાળો આપી છે અને દર વખતે તેમને જાકોરો આપ્યો છે. કોંગ્રેસ દરેક એવી વ્યક્તિને નફરત કરે છે જે સામાન્ય માણસની વાત કરે છે. જે તેમના ભ્રષ્ટાચાર સામે લાવે છે. મોટામાં મોટા મહાપુરુષો પણ તેમની ગાળોનો શિકાર બન્યાં છે. જ્યારે હું આ દેખું છું ત્યારે વિચાર કરુ છું કે હું એકલો નથી જેમને તેમની ગાળો સાંભળવા મળે છે.
તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરજી અને વીર સાવરકરજીને પણ ગાળો આપી છે, તે મોદીને પણ આપે છે. જેથી હું તેને કોંગ્રેસનો ઉપહાર માનું છું. કોંગ્રેસ ગાળો આપે છે અને બીજી તરફ હું દેશની જનતાની સેવા કરી રહ્યો છું, જનતાના સમર્થનથી ગાળીઓ મીટ્ટીમાં મળી જશે. મારે કર્ણાટકની હજુ વધારે સેવા કરવી છે. કર્ણાટકના વિકાસ માટે પૂર્ણ બહુમતીની સ્થાયી સરકાર જોઈએ.
પીએમ મોદીએ પ્રજાને ભાજપાને મત આપવાની અપીલ કરી હતી કે, તમે એવુ કર્ણાટક જોઈએ છે જેમાં હાઈવે અને એક્સપ્રેસનો વિસ્તાર થાય, મેટ્રોની સુવિધાનો વધારે વિકાસ થાય, તેમજ વંદે ભારત જેવી આધુનિક ટ્રેન દોડવી જોઈએ, આ ઉપરાંત ખેતમાં સિંચાઈ માટે આધુનિક સુવિધા હોવી જોઈએ. કર્ણાટકમાં ભાજપાની સરકારમાં વિકાસના અનેક કાર્યો થયાં છે અને હજુ વધારે વિકાસ કરવા માટે ભાજપની સરકાર જરુરી છે.