લગ્નપ્રસંગમાં પોલીસે ડીજે બંધ કરાવતા કન્યાપક્ષે ઇ-સ્કૂટરની મદદથી ગીત વગાડી કર્યો ડાન્સ
મુંબઈ: દેશી જુગાડ માટે ભારતીયો દુનિયાભરમાં પ્રખ્યાત છે. આવા જ એક જુગાડે લગ્ન પહેલાની એક ઘટનાને બરબાદ થતી બચાવી લીધી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી બોલિવૂડના ગીતો પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. રસપ્રદ વાત એ છે કે જે ગીતો પર યુવતી ડાન્સ કરી રહી હતી તે ગીતો ઇલેક્ટ્રિક સ્કૂટરની મદદથી વગાડવામાં આવ્યા હતા.
આ વીડિયો મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં લગ્ન સંગીત સમારોહનો છે. તેને ‘સૌરવ રોકડે’ નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે- સ્ટેજ સેટ થઈ ગયું હતું. દુલ્હન ડાન્સ પરફોર્મન્સ માટે તૈયાર થઈ રહી હતી. લોકો એકઠા થઈ ગયા હતા અને બેસીને રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આ બધું બંધ થઈ ગયું કારણ કે પોલીસે ઈવેન્ટ પ્લાનરને સંગીત બંધ કરવાનું કહ્યું હતું. પરંતુ મારો મિત્ર ઈ-સ્કૂટર લાવ્યો હતો, જેની મદદથી દુલ્હનના નૃત્ય સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. આમ પોતાના લગ્નમાં ડાન્સ કરવાની તેની ઈચ્છા પણ પૂરી થઈ હતી.
સૌરવે પોતાની પોસ્ટમાં એમ પણ જણાવ્યું કે હલ્દી અને સંગીતનો કાર્યક્રમ એક જ દિવસે હતો. જેના કારણે મોડી રાત્રે 11 વાગ્યે સંગીતનો કાર્યક્રમ શરૂ થયો હતો અને 1 વાગ્યે પોલીસે આવીને અટકાવ્યો હતો. આ પછી તેને પ્રોગ્રામ ચાલુ રાખવા માટે આ વિચાર આવ્યો હતો.