જ્યારે કુંડળીમાં આ ગ્રહની છાયા હોય ત્યારે વ્યક્તિ રહે છે પરેશાન,જાણો આ માટેના ઉપાય
આમ તો ઘણા લોકો પોતાના ગ્રહો કે કુંડળીમાં માનતા હોતા નથી, લોકો વિચારતા હોય છે કે આ બધી વાતો બસ કહેવા માટે અને બોલવા માટેની છે પણ આજે પણ કેટલાક લોકો એવા છે આ બધી વાતોમાં માને છે અને તે વર્ગ પણ મોટો છે. ગ્રહોની શાંતિ માટે પણ લોકો અનેક પ્રકારની બાધાઓ અને વિધિઓ કરાવતા હોય છે પરંતુ જ્યારે વાત આવે શનિદેવની તો તે જેમનાથી નારાજ હોય તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડતી હોય છે.
શનિ ગ્રહને તમામ નવ ગ્રહોમાં સૌથી ઉગ્ર માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની રાશિ પર શનિની દશા લાગી જાય છે. એને જીવનમાં શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
દર શનિવારે શનિની મૂર્તિ પર એક સિક્કો ચઢાવીને તેલ અર્પિત કરો જેનાથી શનિ પ્રસન્ન થાય છે. શનિદેવના પ્રકોપને ઓછો કરવા માટે દર મંગળવારે સરસવના તેલમાં કાળા તલ નાખી હનુમાનજીના મંદિરમાં દીવો પ્રગટાવો. દર શનિવારે શનિ મંદિરમાં કાળી અડદ, કાળું કપડું, સિક્કો ચઢાવો. તેનાથી કુંડળીમાં શનિ દોષ દૂર થાય છે.
જ્યોતિષ શાસ્ત્રીઓનું માનવું છે કે પ્રત્યેક શનિવારે શનિ મહારાજ પીપળા પર વિરાજમાન થાય છે. માટે આપણે શનિવારે તેલમાં ખાંડ, કાળા તલ ભેળવી પીપળાની જળને ખેંચવું જોઈએ. સાથે જ ત્રણ પરિક્રમા લગાવી શનિ દેવની પ્રાર્થના કરવી જોઈએ. જેનાથી શનિના પ્રભાવ આપણી રાશિ પર ઓછો થાય છે.