1. Home
  2. ગુજરાતી
  3. Lok Sabha Election: પહેલીવાર ઈવીએમનો ક્યારે થયો ઉપયોગ, કેમ પડી જરૂરત, ક્યારે-ક્યારે લાગ્યા આરોપ, જુઓ ટાઈમલાઈન
Lok Sabha Election: પહેલીવાર ઈવીએમનો ક્યારે થયો ઉપયોગ, કેમ પડી જરૂરત, ક્યારે-ક્યારે લાગ્યા આરોપ, જુઓ ટાઈમલાઈન

Lok Sabha Election: પહેલીવાર ઈવીએમનો ક્યારે થયો ઉપયોગ, કેમ પડી જરૂરત, ક્યારે-ક્યારે લાગ્યા આરોપ, જુઓ ટાઈમલાઈન

0
Social Share

નવી દિલ્હી: લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં ઈવીએમના ઉપયોગથી લઈને મતગણતરી સુધીની ચીજો આસાન થઈ ગઈ છે. એટલું જ નહીં, ઈવીએમએ ચૂંટણી કરાવવાનો ખર્ચ પણ ઘણી હદે ઓછો કરી દીધો છે. આપણા દેશમાં દર વર્ષે કોઈને કોઈ સ્થાને ચૂંટણી થાય છે. આ કારણે ઈવીએમનું મહત્વ ઘણું વધી ગયું છે. જો કે ચૂંટણીઓને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં પણ ખુદ એક મોટો પડકાર છે. ઈવીએમને શંકાઓ, આલોચનાઓ અને આરોપોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જો કે ચૂંટણી પંચનું કહેવું છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં ઈવીએમ ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે.

 

ઈવીએમ શું છે?

 

ઈવીએમ એટલે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન. આ મશીન સાધારણ બેટરીથી ચાલે છે અને ઈવીએમ મતદાન દરમિયાન નાખવામાં આવતા વોટોની નોંધણી કરી છે અને વોટોની ગણતરી પણ કરે છે. ઈવીએમના બે ભાગ હોય છે. તેમાં પહેલો હિસ્સો બેલેટિંગ યૂનિટ જે મતદાતાઓ દ્વારા સંચાલિત કરાય છે. બીજો હિસ્સો કંટ્રોલ યૂનિટ પોલિંગ અધિકારીના મોનિટરિંગમાં રહે છે. ઈવીએમના બંને હિસ્સા પાંચ મીટર લાંબા તારથી જોડાયેલા હોય છે. એક ઈવીએમમાં 64 ઉમેદવારોના નામ નોંધાય શકે છે. વોટોને નોંધવાની ક્ષમતાની વાત કરવામાં આવે, તો એક ઈવીએમમાં 3840 વોટોને રેકોર્ડ કરી શકાય છે. ભારતની બે પબ્લિક સેક્ટર કંપનીઓ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ બેંગલુરુ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા હૈદરાબાદ ચૂંટણી પંચ માટે ઈવીએમ બનાવે છે.

 

ઈવીએમનો પહેલીવાર ક્યારે ઉપયોગ થયો

 

જો વાત ઈવીએમના પહેલા ઉપયોગની કરવામાં આવે, તો તેનો ઉપયોગ 1982માં થયો. કેરળની પરુર વિધાનસભા બેઠખના 50 મતદાન કેન્દ્રો પર વોટિંગ કરવા માટે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ આ મશીનના ઉપયોગને લઈને કોઈ કાયદો નહીં હોવાના કારણે સુપ્રીમ કોર્ટે આ ચૂંટણીને નામંજૂર કરી હતી. તેના પછી ઈવીએમ મશીનનો ઉપયોગ કરવા ચૂંટણીઓમાં રોક લગાવી હતી. બાદમાં 1989માં સંસદના લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951માં સંશોધન કરાયું અને ચૂંટણીઓમાં ઈવીએમના ઉપયોગની જોગવાઈ કરવામાં આવી. ઈવીએમને ભારતીય ચૂંટણીમાં લાવું રાતોરાતનો ખેલ નથી. તે એક લાંબી પ્રક્રિયા હતી.

ઈવીએમના ઉપયોગનો અધિકાર પ્રાપ્ત કર્યા બાદ 1992માં કાયદો અને ન્યાય મંત્રાલયે કાયદાના સંશોધનનું નોટિફિકેશન જાહેર કર્યું હતું. તેના પછી પણ ઈવીએમના ઉપયોગને લઈને સામાન્ય સંમતિ 1998માં જ બની શકી. આ વર્ષ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીની 25 વિધાનસભા બેઠકો પર ચૂંટણી કરાવવામાં આવી હતી. 1999માં 45 બેઠકો પર થયેલી ચૂંટણીમાં પણ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો. પછી 2000 બાદ દેશની તમામ લોકસભા, વિધાનસભા, પેટાચૂંટણીઓમાં ઈવીએમના ઉપયોગમાં વધારો થવાનું શરૂ થયું. 2001માં તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પુડ્ડુચેરીની તમામ બેઠકો પર ઈવીએમથી જ ચૂંટણી કરાવવામાં આવી. 2001 બાદ 3 લોકસભા અને 110થી વધુ વિધાનસભા બેઠકો પર ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો.

 

ઈવીએમની જરૂરત કેમ પડી-

 

ભારતીય લોકતંત્રમાં બૂથ કેપ્ચરિંગ જેવી ઘણી સમસ્યા 1957ની લોકસભા ચૂંટણીમાં પેદા થવા લાગી હતી. આ ઘટના બેગૂસરાય જિલ્લાની મટિહાની વિધાનસભા બેઠકના રચિયાહી વિસ્તારમાં પણ ઘટિત થઈ હતી. બૂથ કેપ્ચરિંગ 1970 અને 1980ના દશક દરમિયાન આ શબ્દ અખબારોની હેડલાઈનમાં આવતો હતો. આ દરમિયાન ચૂંટણીમાં ભાગ લેનારા રાજકીય પક્ષો અને ઉમેદવારોની સંખ્યામાં ઘણો વધારો થયો હતો. ઉમેદવાર ધન અને બળ દ્વારા ચૂંટણીમાં વિજયી થવા માટે બૂથ કેપ્ચરિંગનો નવો હથકંડો અપનાવવા લાગ્યા હતા.

 

તેવામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરાવનારા ચૂંટણી પંચ માટે આ પ્રકારની સમસ્યા ઘણો મોટો માથાનો દુખાવો બનીને સામે આવી હતી. ચૂંટણી પંચ બૂથ કેપ્ચરિંગની ઘટનાઓમાં લગામ લગાવવા માંગતું હતું. જેથી નિષ્પક્ષ અને સ્વતંત્રપણે ચૂંટણી કરાવી શકાય . ધીરેધીરે ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયાની સુધારાની દિશામાં કામ કરતું રહ્યું. આ કડીમાં આગળ કામ કરતા તમામ પાર્ટીઓની સંમતિ બાદ ઈવીએમ એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન લાવવામાં આવ્યું.

 

ઈવીએમ પર ક્યારે-ક્યારે ઉઠયા સવાલ-

 

ઈવીએમ પર સત્તાથી બહાર થનારા રાજકીય પક્ષો સવાલ ઉભા કરી રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં પહેલીવાર ઈવીએમ મશીન પર સવાલ ઉભા કરવામાં આવ્યા. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી અને તત્કાલિન જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીએ ઈવીએમ દ્વારા ચૂંટણીઓમાં ધાંધલીનો આરોપ લગાવ્યો હતો. આગામી વર્ષે એટલે કે 2010માં ભાજપના નેતા જીવીએલ નરસિમ્હારાવે પણ મશીન પર સવાલ ઉઠાવ્યા હતા. આ દરમિયાન સુબ્રમણ્યમ સ્વામી સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી ગયા હતા. ઈવીએમ પર ઉઠી રહેલા સવાલ પર સુપ્રીમ કોર્ટે વીવીપેટના ઉપયોગનો પણ નિર્દેશ આપ્યો હતો.

 

માર્ચ -2017માં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ 10 એપ્રિલ, 2017ના રોજ 13 રાજકીય પક્ષો ચૂંટણી પંચમાં ગયા અને ઈવીએમ પર સવાલ ઉઠાવ્યો હતો. જો કે આ ચલન હજીપણ ચાલુ છે ઘણાં રાજકીય પક્ષ અને તેમના નેતા ઈવીએમ મશીનના સ્થાને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગણી કરી રહ્યા છે. ચૂંટણી પંચે કહ્યું છે કે દેશની ઘણી હાઈકોર્ટે પણ ઈવીએમને ભરોસાપાત્ર માન્યું છે. તેની સાથે ઈવીએમના પક્ષમાં હાઈકોર્ટો દ્વારા આપવામાં આવેલા કેટલાક નિર્ણયોને જ્યારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, ત્યારે સુપ્રીમ કોર્ટે એ અપીલોને નામંજૂર કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code