Site icon Revoi.in

ગુજરાતમાં 6400 શાળા સહાયકોની ભરતી પ્રકિયા ક્યારે શરૂ કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. સરકારે શિક્ષકોની કાયમી ભરતી ન કરીને જ્ઞાન સહાયકોની 11 મહિનાના કરાર આધારિત ભરતી કરતા ટેટ અને ટાટના વિદ્યાર્થીઓએ લડત શરૂ કરી હતી. દરમિયાવ રાજ્ય સરકારે શિક્ષણ સહાયકોની કાયમી ભરતી માટેની જાહેરાત આપી હતી. પણ ભરતીની પ્રક્રિયા ધીમી ચાલે છે અથવા તો ઠપ છે, બીજીબાજુ રાજ્યની એક પણ શાળામાં  શાળા સહાયકો નિમવામાં આવ્યા નથી.  તેથી શિક્ષણને  અસર થઈ રહી છે. આ સંજોગોમાં તત્કાલ ધોરણે પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સહાયકો નિમવાની માગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ . થોડા સમય પહેલા પ્રાથમિક શાળાઓમાં બિન શૈક્ષણિક સ્ટાફની અછતને કારણે વહીવટી કામગીરીનું ભરણ પ્રાથમિક શાળામાં ભણાવતા શિક્ષકો પર પડતું હોવાની રજૂઆત અને આ કામગીરીની સીધી અસર બાળકોના શિક્ષણ કાર્ય પર વર્તાતી હોય ગુજરાત રાજ્યમાં 300થી વધુ સંખ્યા ધરાવતી 4600 શાળાઓ અને 300 કરતાં ઓછી સંખ્યા ધરાવતી 1800 જેટલી પે સેન્ટર શાળાઓ મળી અંદાજે 6400 શાળાઓમાં શાળા સહાયકો નીમવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ શિક્ષણ ક્ષેત્રે અન્ય જાહેરાતોની જેમ આ જાહેરાત પણ માત્ર કાગળ પર મર્યાદિત છે. જે 6400 શાળાઓમાં શાળા સહાયકો નિમવાના હતા તેઓ કોમ્પ્યુટર લેબ, બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી કે દૈનિક રિપોર્ટિંગ રેકોર્ડ રાખવા ઓનલાઈન કામગીરી પણ કરવાના હતા આ માટે બજેટમાં પણ રૂપિયા 87 કરોડની જોગવાઈ તત્કાલીન સમયે કરવામાં આવી હતી પણ હજી સુધી ભરતી નથી થઈ તે હકીકત છે. જો ભરતી કરવામાં આવે તો ઇતર કામગીરીમાંથી આચાર્ય અને શિક્ષકોને રાહત મળે તેમજ ઘણી કેન્દ્રવતી શાળાઓ પણ એવી છે જ્યાં ઓછા શિક્ષકો એટલે કે ઓછું સેટ અપ છે એમને પણ ફાયદો થશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  શિક્ષણ સહાયકોને ડિજિટલ શિષ્યવૃત્તિ, આધાર ડાયસ, એમ.ડી.એમ. એન્ટ્રી, સ્વચ્છતા અભિયાન, પ્રવેશોત્સવ, યોગ દિવસ, ગુણોત્સવ, મધ્યાહન ભોજન દેખરેખ, ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, બાળમેળા, સલામતી સપ્તાહ, ડાયસ ફોર્મ, મતદાતા જાગૃતિ અભિયાન, ટ્રાન્સપોર્ટેશન એન્ટ્રી, એસ.ટી.પી. વર્ગ, આધાર કાર્ડ અપડેશન કરાવવું, બેન્ક ખાતા ખોલાવવા, ક્લાર્કની કામગીરી, બેલ મારવા, પાઠ્યપુસ્તકો લાવવા, આરોગ્ય તપાસણી, સેવા સેતુ કાર્યક્રમ, બાયસેગ કાર્યક્રમો, શાળા સ્વચ્છતા એવોર્ડ એન્ટ્રી, જવાહર નવોદય ફોર્મ એન્ટ્રી, જ્ઞાન સપ્તાહ,વગેરેની કામગીરી સોંપવામાં આવે છે.