Site icon Revoi.in

આટલી વસ્તુઓને જ્યારે તને ફ્રીજમાં રાખો છો,તો આ બાબતોને કરો ફોલો,બગડશે નહી તમારી વસ્તુઓ

Social Share

સાહિન મુલતાનીઃ-

આજકાલની ભાગદોડ વાળી લાઈફમાં ગૃહિણીઓ એ ઘરની સાથે સાથે ઓફીસ કામ ,બાળકો પરિવારના વડીલોને પણ સંભાળવાના હોય છે, પરિણામે તેઓ ઘરમાં અનેક વસ્તુઓ સામટી લાવીને  રાખે છે અને તેનો સંગ્રહ કરી લે છે, જેથી કરીને વારે ઘડીએ માર્કેટમાં ધક્કા ખાવા મટે, જેમાં ખાસ કરીને  મોટાભાગની મહિલાઓ શાકભાજીનો સંગ્રહ કરે છે, એજ રીતે ફ્રૂટનો પણ સંગ્રહ કરવામાં આવે છે, આ વસ્તુઓને ફ્રીજમાં રાખીને 4 કે 5 દિવસ સુધી વાપરી શકાય છે, જો કે મોટા ભાગની મહિલાઓની ફરીયાદ હોય છે કે ફ્રીજમાં શાકભાજી રાખવા છંત્તા 2 દિવસથી વધુ તે સારું રહેતું નથી અને બગળી જાય છે, અથવા તો પાણી વાળું ચીકણું થઈ જાય છે. ત્યારે આજે આપણે ફ્રીજમાં ખાદ્ય ચીજ વસ્તુઓનો સંગ્રહ કઈ રીતે કરવો તે જોઈશું.

નોંધઃ- આમ તો વધુ સંગ્રહ કરેલી ચીજ વસ્તુંઓ ન ખાવી જોઈએ, બને ત્યા સુધી તાજા શાકભાજી ફળો  માર્કેટમાંથી લાવીને ખાવાની આદત પાડવી જોઈએ, પરંતુ કેટલીક જવાબદારીઓ અને ફાસ્ટ લાઈફ તથા ખૂટતા સમય વચ્ચે આપણે આવું કરવા મજબુર બન્યા છે તે હકીકતને ઝુટલાવી ન જ શકાય.તો ચાલો જાણીએ કઈ રીતે કંઈ કંઈ વસ્તુઓને ફ્રિજમાં સંગ્રહીત કરી શકાય  કે જેથી તે લાંબા સમય સુધી બગળે નહી.

લીલા પાંદળા વાળા શાકભાજી

પાલકની ભાજી, લીલા ધાણા, તાંદરજાની ભાજી કે મેથીની ભાજીને ફ્રીજમાં રાખવા માટે પહેલા તેને સાફ કરીલો, તેના પાંદડા અલગ કરીલો, હવે આ પાંદડાઓને એક કોટનના પાતળા કપડામાં લપેટી લો અને ત્યાર બાદ  એક ડબ્બામાં આ કપડા સાથે જ ભાજીઓને પેક કરીને ફ્રિજમાં રાખો, આમ કરવાથી તમારી પાંદડા વાળી શાકભાજી તાજી જ રહેશે અને પાણઈ પણ લાગશે નહી.

લીબું

લીબું ને માર્કેટમાંથી લાવીને બરાબર પાણીમાં ઘોઈને કોરા કરીલો ત્યાર બાદ તેને એર ટાઈટ ડબ્બામાં રાખી દો, જ્યારે પણ જરુર પડે ત્યારે એક એક લીબું ડબ્બામાંથી કાઢીને ફરી ડબ્બો બંધ કરવો આમ કરવાથી 15 દિવસ સુધી લીબું તાજા રહે છે.

ફળો

કોઈ પણ પ્રકારના ફળને ફ્રીજમાં રાખવા માટે કાણાવાળી બેગ અથવા પ્લાસ્ટિકની કાણા વાળી ટોપલીનો ઉપયોગ કરો. જેથી તમારા ફળો લાંબા સમય સુધી તાજા રહે. જો કે પાણીદાર ફળોને ફ્રીજમાં ક્યારેય મૂકવા જોઈએ નહી, નહી તો તે જલ્દીથી બગડી જાય છે, જેમાં કાપેલું તરબુંચ, સક્કરટેટી, મોસંબી અને સંતરાનો સમાવેશ થાય છે. તે આખે આખા તમે ફ્રીજમાં થોડો સમય માટે રાખો તો વાંધો નહી આવે.

માયોનિઝ

માયોનિઝને એક કાચની બોટલમાં ભરીને તમે ફ્રીજમાં ઘણા મહિનાઓ સુધી સંગ્રહ કરી શકો છો

ચીઝ

ચીઝને ફોઈલ પેપરમાં બરાબર લપેટીના રાખવાથી તે ડ્રાય થતું નથી, અને જ્યારે પણ ઉપયોગમાં લેવું હોય ત્યારે તેને 20 કે 30 મિનિટ પહેલા બહાર રાખી દો ,જેથી ચીઝ નરમ પડશે અને ફ્રેશ રહેશે.

અનેક પ્રકારના ગરમ મસાલા

કોઈ પણ પ્રકારના ગરમ મસાલાને પ્લાસ્ટિક સહિત એક ડબ્બામાં એર ન જાઈ તે રીતે પેકેટ્સને મૂકવા વર્ષ સુધી આ મસાલા બગડશે નહી.

ટામેટા

ટામેટાને એક કાણા વાળી ખુલ્લી ટોપલી તે જેનું ઢાકણ ન હોય તેમાં રાખવા જેથી ટામેટા લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.

ચોળી,ગુવાર,ટીંડોળા, તુવેરના દાણા, લીલી પાપડીના દાણા અને ભીંડા, પર્વત,કંટોલા

આ પ્રકારના શાકભાજીને સમારીને તને એક ડબ્બામાં રાખી શકો છો,જ્યારે પણ તમારે રસોી કરવાની હોય તેની 20 મિનિટ પહેલા આ ડબ્બો બહાર કાઢી લેવો. આમ કરવાથી તમારી મહેનત પણ ઘટી જશે અને આ પ્રકારના શાકભાજી લાંબા સમય સુધી સારા રહેશે