ઘરમાં ડાઈનિંગ ટેબલ રાખવા માટે કઈ દિશા છે યોગ્ય,આ વાસ્તુ ટિપ્સનું રાખો ધ્યાન
વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘર હોય કે ઓફિસ, તમારી આસપાસ રાખવામાં આવેલી દરેક વસ્તુમાં એક ખાસ વાઇબ અને એનર્જી હોય છે. પછી તે કબાટ હોય કે ખુરશી. વાસ્તુશાસ્ત્રના પરિમાણો અનુસાર, દરેક વસ્તુ માટે યોગ્ય દિશા છે. જો તમે ઈચ્છો છો કે તમારી આસપાસ સકારાત્મક ઉર્જા રહે અને ઘરમાં ખુશનુમા વાતાવરણ રહે, તો તમારે તમારા ઘરમાં દરેક વસ્તુ વાસ્તુ અનુસાર રાખવી જોઈએ. આજે અમે તમને જણાવીશું કે ઘરમાં ડાઈનિંગ ટેબલ રાખવા માટે કઈ દિશા યોગ્ય છે.
ડાઇનિંગ ટેબલ કઈ દિશામાં હોવું જોઈએ
કહેવા માટે ડાઈનિંગ ટેબલ માત્ર ખાવાનું સ્થળ છે પરંતુ તેની સીધી અસર આપણા જીવન પર પડે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ડાઇનિંગ ટેબલ ઘરની પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. આ ટેબલને ક્યારેય દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન રાખવું જોઈએ. જો તમે સંયુક્ત પરિવાર સાથે ભોજન કરો છો, એટલે કે ઘરના બધા સભ્યો સાથે મળીને ખાય છે, તો ઘરના વડાએ ક્યારેય દક્ષિણ-પશ્ચિમ તરફ મોં ન રાખવું જોઈએ.
આ ક્યારેય ન કરો
લાંબા સમય સુધી ડાઇનિંગ ટેબલને ક્યારેય ગંદા અને હેઠા વાસણોથી ભરેલું ન રાખો. આ વાતનું પણ ધ્યાન રાખો કે તેના પર વાસી ખોરાક ન રહેવો જોઈએ. આવું કરવાથી આપણા ઘરની સંપત્તિ અને આર્થિક સ્થિતિ પર અસર પડે છે.
અન્નપૂર્ણા દેવી આ રીતે થાય છે ખુશ
ડાઇનિંગ ટેબલનું કદ લંબચોરસ અને ચોરસ રાખવું યોગ્ય માનવામાં આવે છે. તેના પર મૂકેલા વાસણો સ્વચ્છ અને હંમેશા ભરેલા હોવા જોઈએ. પાણીનો જગ પણ ભરેલો રાખો. આનાથી અન્નપૂર્ણા દેવી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય ભોજનની કમી નથી આવતી.