આઝાદ ભારતની ત્રણ ભૂલોમાં સૌથી મોટી ભૂલ કઈ?
નવી દિલ્હી: રાજીવ ગાંધીની ભૂલ તેમના માતા ઈન્દિરા ગાંધીની ભૂલ કરતા વધુ મોટી હતી. તેનું કારણ છે. કટોકટીમાં આરએસએસની કેડરને નિશાન બનાવીને તેને છંછેડયા બાદ પણ 1984 સુધી ઈન્દિરા ગાંધી આ સંગઠનને હાંસિયામાં રાખવામાં સફળ રહ્યા હતા. રાજીવ ગાંધીએ સિમ્પથી વેવમાં 1984માં ભાજપને માત્ર બે બેઠકોમાં સમેટયું હતું. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી અને તેનો સિમ્પથી વેવ દેશભરમાં હતો.
જો રાજીવ ગાંધીએ 1989માં આસાનીથી સત્તા છોડી ન હોત, તેના પછીના સમયગાળામાં રાજનીતિ કંઈક અલગ જ દિશામાં ચાલી હોત. તો બીજી તરફ અડવાણીની ભૂલ હતી કે તેમણે ખુદ પોતાની મહત્વકાંક્ષઓને નષ્ટ કરી હતી. જેના કારણે નરેન્દ્ર મોદી ભાજપના સૌથી મોટા નેતા તરીકે 2013થી રાષ્ટ્રીય રાજનીતિની ક્ષિતિજ પર ઉદય થઈ શક્યા. હવે 2024માં ભારતમાં નરેન્દ્ર મોદી જેટલા મોટાગજાનો કોઈ નેતા રાજનીતિમાં જોવા મળી રહ્યો નથી.