Site icon Revoi.in

ગુજરાતમાં 3.84 લાખ બાળકો કુપોષિત, ભાજપ સરકારે ગરીબ બાળકો માટે કંઈ કર્યુ નથીઃ ‘ આપ

Social Share

અમદાવાદઃ દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાતને ગણવામાં આવે છે. ગુજરાતને વિકાસમાં હરણફાળ ભરી હોવા છતાં છતાં એવો અનેક પ્રશ્નો છે. કે જેમાં સમૃદ્ધ ગણાતા ગુજરાતને લાંછન લાગી રહ્યુ છે. ગુજરાતમાં 3.84 જેટલા બાળકો કૂપોષિત છે. આમ આદમીએ કૂપોષિત બાળકોનો મુદ્દો ઉઠાવીને ભાજપ પર પ્રહારો કર્યા હતા.

આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં 3 લાખ 84 હજાર જેટલા કુપોષિત બાળકો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે.નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ, 6 મહિનાથી 23 મહિનાની વચ્ચેના 89 ટકા બાળકોને યોગ્ય માત્રામાં ખોરાક મળતો નથી. સમગ્ર ભારતમાં સૌથી ખરાબ હાલત ગુજરાતના બાળકોની છે. સી.આર.પાટીલ અમુક બાળકોને દત્તક લેવાની વાત કરે છે પણ બાકીનાનું શું? આજ સુધી ગુજરાતમાં ભાજપ સરકાર એવી કોઈ વ્યવસ્થા નથી કરી જેના દ્વારા કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવામાં આવે. મારે સી.આર.પાટીલ જી ને પૂછવું છે, શું તમે કોઈ ગામમાં એક રાત રોકાયા છો? બનાસકાંઠા જેવા જિલ્લામાં 26000થી વધુ બાળકો કુપોષિત છે. તે માત્ર એક જિલ્લાની વાત છે. તો કલ્પના કરો કે આખા ગુજરાતમાં કેટલા બાળકો કુપોષિત હશે.

આપના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહારો કરતા સવાલ કર્યો હતો કે, શું કોઈ સરકારે ક્યારેય આ કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાનો વિચાર કર્યો છે? કુપોષિત બાળકોને કેવો ખોરાક આપવો જોઈએ અને આ માટે કેટલું બજેટ નક્કી કરવું જોઈએ, શું આ બધા વિશે ભાજપ સરકારે ક્યારેય વિચાર્યું છે? સી.આર.પાટીલજી એ પોતે સ્વીકાર્યું કે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા ઘણી વધારે છે અને તે આપણા શાસનમાં થયું છે. સી.આર.પાટીલે સ્વીકાર્યું કે હવે અમે આ બાળકોને કુપોષણમાંથી બહાર કાઢી શકતા નથી.હવે સમય આવી ગયો છે કે ગુજરાતની જનતા ભાજપને જવાબ આપે. કુપોષિત બાળકો કુપોષણમાંથી બહાર આવી શકે તે માટે છેલ્લા 27 વર્ષમાં ભાજપ સરકારે એવું કોઈ કામ કર્યું નથી.