એલન મસ્ક જ્યાં લોકોને બરતરફ કરે છે, ત્યાં બીજી બાજુ જગુઆર કંપનીએ પોતાની કંપનીમાં જોડાવા માટે લોકોને સામેથી બોલાવ્યા
મુંબઈ : જેમ જેમ Meta Platforms Inc., Twitter Inc. અને અન્ય ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે, ત્યારે ‘જૂનું એટલું સોનું’ના ભાવ સાથે કેટલીક અગ્રગણ્ય કંપનીઓ આવા કર્મચારીઓને ખુલ્લાં દિલે આવકારી રહી છે.
હાલમાં જ લક્ઝરી કાર નિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવરે શુક્રવારે જણાવ્યું હતું કે તે સેલ્ફ ડ્રાઇવિંગથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિફિકેશન અને મશીન લર્નિંગ સુધીના ક્ષેત્રોમાં તેના વિકાસને વેગ આપવા માટે લગભગ 800 ટેક્નૉલૉજીના જાણકાર લોકોને પોતાની કંપનીમાં જોડવા માંગે છે.
તો બીજી તરફ, બ્રિટિશ ઇન્વેસ્ટર કંપની બાર્કલેઝ પીએલસી નવા ફિનટેક વ્યવસાય સાથે જોડાવા માટે આવા લોકોને નોકરીની ઓફર કરી રહી છે. બાર્કલેઝના ચીફ ઓપરેટિંગ ઓફિસર માર્ક એશ્ટન-રિગ્બીએ આ અઠવાડિયે લિંક્ડઇન પોસ્ટમાં એવો વિચાર રજુ કર્યો હતો કે, ” મને દૃઢ વિશ્વાસ છે કે જ્યારે એક દરવાજો બંધ થાય છે, ત્યારે બીજો ખૂલે છે અને પ્રતિકૂળતામાંથી બહાર આવવાની તક જરૂરથી મળી શકે છે.”
વિશ્વની કેટલીક મોટી ટેક્નોલોજી કંપનીઓએ તાજેતરના અઠવાડિયામાં હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનું શરૂ કર્યું છે, જેનાથી આવત દસ વર્ષ સુધીન અંદાજીત નોકરીની વૃદ્ધીમાં અચાનક તડાકો પડ્યો છે.
બ્લૂમબર્ગેના અહેવાલ અનુસાર, Amazon.com Inc. એ 10,000 જગ્યાઓ ઘટાડી છે, જ્યારે Metaમાં અંદાજે 11,000 લોકોની નોકરી ગઈ છે, તો ટ્વિટર પર, નવા માલિક એલોન મસ્કના આવવાથી ઓછામાં ઓછી 3,700 નોકરીઓ છીનવી લેવાઈ છે.
એશ્ટન-રિગ્બીએ લખ્યું છે કે બાર્કલેઝ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો માટે પોતાનો વિસ્તાર અને સ્કિમ વિસ્તારી રહી છે, જે તેમને પોતાની ફિનટેક કંપનીઓ બનાવવામાં મદદ કરવા માટે 20-અઠવાડિયાનો કોર્સ પૂરો પાડે છે. બાર્કલેઝ એન્જિનિયરિંગ અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં દુનિયાના લગભગ 3000 જેટલા નવા સ્ટાફ માટે જગ્યાઓ ઓફર કરી રહી છે..
ભારતની ટાટા મોટર્સ લિમિટેડની માલિકીની JLR એ જણાવ્યું હતું કે તે જે ટેકનોલોજીના જાણકાર લોકોને રકહવા માંગે છે. જેમની પાસે એવી સ્કીલ હોય, જે ઓટોમોબાઈલ ક્ષેત્રને જાણે અને તેના વિકાસમાં મદદ કરી શકે. આ કંપની યુકે, યુએસ, આયર્લેન્ડ, ભારત, ચીન અને હંગેરીમાં ભરતી કરવા માંગે છે.
(ફોટો: ફાઈલ)