સફેદ ડુંગળી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
અનેક ગુણોથી સભર છે સફેદ ડુંગળી
સામાન્ય રીતે શાકભાજી, કઠોળ અને કંદમૂળ ખાવાથી આરોગ્યને જૂદા જૂદા ફાયદાઓ થતા હોય છે, જેમાં ડુંગળી ખાવાથી પણ અનેક લાભ થાય છે ત્યારે આજે જોઈશુ સેફદ ડુંગળીમાં સમાયેલા અદભૂત ગુણો,આપણા દેશના લોકો મોટા ભાગે સલાડમાં ડુંગળીનો ઉપયોગ કરે છે, કાચી ડુંગળી દેશના લોકો પુષ્કળ પ્રમાણમાં આરોગે છે
ડુંગળીના સેવન કરવાથી કમજોરી અને થાક વગેરે ને દૂર થાય છે. ડુંગરીમાં પ્રોટીન,કાર્બોહાઇડ્રેટ, મિનરલ્સ,ખનીજ ,ફોસ્ફરસ, કેલ્શિયમ,ફાઇબર,આયન અને પાણી નો સમાવેશ થાય છે.જેના સેવનથી કમજોરી, કિડની પર થતી અસર અને થાકને દૂર કરી શકાય છે.દરેક વ્યક્તિ એ એનું રોજ સેવન કરવું જોઈએ તે બધા જ રોગો માં ફાયદા કરે છે.
જાણો સફેદ ડુંગળી ખાવાના ફાયદાઓ
સફેદ ડુંગળીનું સેવન કરવાથી ખરતા વાળમાં ફઆયદો થાય છે, ખરતા વાળને અટકાવવા સફેદ ડુંગળીનું કાચુ સેવન કરવું જોઈએ, સફેદ ડુંગળીના રસને માથામાં લગાવવાથી વાળને ફાયદો થાય છે.
આંખોને લગતી સમસ્યામાં પણ સફેદ ડુંગળી મહત્વનો ભાગ ભજવે છે,આંખો માટે જે લોકો ને નાની ઉંમરમાં મોતિયો આવી ગયો હોય તે લોકો રોજ સવાર સાંજ કાચા આમળાના ટુકડા સાથે ડુંગરીના રસ નું સેવનકરવું જોઈએ તેનાથી ઘણો ફાયદો થશે.
આ સહીત સફેદ ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર સમાયેલું હોય છે જે અપચા કેગેસ તથા પાચનની સમસ્યાને દૂર કરે છે.
આ સાથએ જ જ્યારે ગળાની સમસ્યા થાય ત્યારે પણ સફેદ ડુંગળી દવા સમાન સાબિત થાય છે.આવી સ્થિતિમાં ડુંગળીના રસનું સેવન કરવાથી ગળાનો દુખાવો મટે છે.
સફેદ ડુગંળીના સેવનથી એનીમિયા, ડાયાબિટિસ, હ્રદય રોગ, કેન્સર જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.
શરદી અને ઉધરસ મા પણ સેફદ ડુંગળી કારગાર સાબિત થાય છે,આવી સ્થિતિમાં ડુગંળીના રસમાં મધ મિક્સ કરીને પીવાથી કફ છૂટો પડે છે.
ત્વચા માટે પણ સફેદ ડુંગળી ખૂબ ગુણકારી છે,ચહેરાને ચકદાર અને સુંદર બનાવવા તથા ઓઈલી ત્વચાને દૂર કરવા માટે ડુગંળીના રસ માં નારિયેળ નું તેલ ઉમેરી ખીલ ઉપર લગાવવાથી ત્વચામાં ગ્લો આવે છે
મહિલાઓ માટે ગર્ભાવસ્થા માં સફેદ ડુંગરી નું સેવન કરવું જોઈએ,જેનાથઈ આવનારા બાળકની આંખોનું તેજ અને હ્દય પણ મજબૂત બને છે.