Site icon Revoi.in

WHOની ચેતવણી – ‘કોરોનાના કહેરથી ઠંડીની ઋુતુમાં વધી શકે છે મૃત્યુઆંક ‘

Social Share

સમગ્ર વિશ્વ હાલ કોરોનાના કહેરમાં સંપડાયુ છે, ત્યારે WHO એટલે કે વિશઅવ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે, WHO ના રિઝનલ ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે ઠંડીની સિઝન આવતા જ યુરોપ સહીત વિશ્વભરના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતો જોવા મળી શકે છે, તેમના દ્વારા ઠંડીની સિઝનમાં લોકોને સજાગ રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.ઠંડીના કારણે કોરોનાના કેસો વધવાની સાથે મૃત્યુદર વધવાની પણ શક્યતાઓ છે.

WHO ના પ્રાદેશિક નિયામક હંસ ક્લગે કહ્યું કે, ” ઠંડીની સિઝનમાં યુવાઓ વૃદ્ધોની વધુ નજીક રહેતા હશે, આ પ્રકારની સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનું જોખમ વધુ હશે. અમે આ વિશે કોઈ ભવિષ્યવાણી કરવા માંગતા નથી. પરંતુ ચોક્કસ આ તે સમયે થશે જ્યારે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળશે અને મૃત્યુ દરમાં પણ વધારો થશે”.

ડાયરેક્ટર ક્લગએ કહ્યું હતું કે, “WHOના યુરોપીય વિસ્તારના 55 માં થી 32 રાજ્યો અને વિસ્તારમાં 14 દિવસના ઘટના ક્રમમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે.જો કે હેલ્થ ઓથોરિટિ ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં હાલ કોરોના સામે લડવા ખુજબ સજ્જ અને મજબુત સ્થિતિમાં છે”.

તાજેતરમાં જ યુરોપીયન ઓથોરિટિ દ્વારા બાળકોને શઆળાએ મોકલવા પર વિચાર કરવામાં આવ્યો છે ,બીજી તરફ ઓફીસ કર્મચારીઓને પર કામ પર ફરત ફરવા બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે,ફ્રાંસ, બ્રિટન અને સ્પેન જેવા દેશોમાં કોરોનાના વધતા જતા કેસોની વચ્ચે, ઓથોરિટીએ માસ્કને લઈને સખ્ત નિયમો અને શિક્ષકો માટે નવા પ્રકારનાં ડેસ્ક નિર્માણ કરવા બાબતે વિચાર કરી રહી છે.

અમેરીકાની જો વાત કરીએ તો , શાળાએ પરત ફરવાની બાબત હવે રાજનીતિ બાબતમાં પરિણામી છે, રાષશ્ટ્રપતિ ડાનાલ્ડટ્રમ્પના શાળા ખોલવા બાબતેના નિર્ણયને લઈને તેઓએ અનેક વિવાદનો સામનો કરવો પડ્યો છે, વિશ્વ સ્તરી અમેરીકાની સરખામણઈમાં યુરોપ દેશોની આલોચના ખુબ જ ઓછી થઈ છે

બર્લિનથી સિઓલ સુધી, છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસ વિદ્યાર્થીઓના ક્લાસ સુધી પહોંચી ગયો છે. શિક્ષકો અને માતાપિતાનું કહેવું છે કે, શાળાએ જવું એ બાળકો માટે જોખમ ભરેલું છે. પરંતુ રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા સતત સંદેશ આપવામાં આવી રહ્યા છે કે, આ સમયે બાળકો વર્ગખંડોમાં વધુ સુરક્ષિત રહેશે.

ફ્રાંસના પ્રધાને વિતેલા બુધવારના રોજ કહ્યું હતું કે, બાળકોને શાળામાં પાછા મોકલવા અને લોકોને ઓફિસમાં મોકલવા કઈ પણ કરવામાં આવશે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસનનું કહેવું છે કે, બાળકોને શાળાએ પાછા મોકલવાનું તેમની સરકારની નૈતિક ફરજ છે. તેમણે માતા-પિતાની પણ આલોચના કરી હતી કે જેઓ બાળકોને શાળાએ મોકલવા મનાંગતા નથી.

સાહીન-