- છત્તીસગઢની હાટ બજાર ક્લિનિક યોજના વિશઅવભરમાં વખાણાઈ રહી છે
- WHO એ આ યોજના પર બનાવી ડોક્ટયમેન્ટ્રી ફિલ્મ
રાયગઢ – તાજેતરમાં છત્તીસગઢની એક યોજવા વિશ્વભરમાં સરહાનીય બની છે, આ યોજનાનું નામ છે હાટ બજાર ક્લિનિક જે હવે વિદેશમાં પણ શરુ થશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ છત્તીસગઢની હાટ બજાર ક્લિનિક યોજનાની ખબૂબ પેટભરીને સરહાના કરી છે.તો ચાલો જાણીએ આ યોજવા વિશે વઘુ વિગતવાર માહિતી.
આ યોજનાને લઈને WHO એક દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સીએમ હાઉસ ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ડોક્યુમેન્ટરી ફિલ્મનું વિમોચન કર્યું હતું. આ ફિલ્મ હવે જીનીવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના હેડક્વાર્ટરમાં પણ દર્શાવાની તૈયારી છે.
ડબ્લ્યુએચઓના પ્રતિનિધિ ડો. હિલ્ડે ડી. ગ્રીવે મુખ્યમંત્રી હાટ બજાર ક્લિનિક યોજનાની પ્રશંસા કરતા કહ્યું કે કે રાજ્યના છેવાડાના વ્યક્તિને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. આ નવીનતા દેશના અન્ય કોઈ રાજ્યમાં નથી. જેને લઈને તેમણે આ બાબતે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બની છે.જઆ યોજનાનો પ્રચાર માત્ર અન્ય રાજ્યોમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ થઈ શકે તે માટે આમ કરવામાં આવ્યું છે અને તેમણે સીએમની પમ ખૂબ પ્રસંશાઓ કરી છ.
મુખ્યમંત્રી હાટ બજાર ક્લિનક યોજના શું છે -જાણો
છત્તીસગઢમાં, 429 મેડિકલ મોબાઈલ વાહનોની મદદથી, રાજ્યની 1798 હાટ-બજાર ક્લિનિક યોજનાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં, છેલ્લા 4 વર્ષમાં 1 લાખ 28 હજારથી વધુ હાટ બજાર ક્લિનિક દ્વારા 62 લાખ 47 હજારથી વધુ લોકોને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જાણકારી પ્રમાણે હાટ બજાર ક્લિનિક યોજના દ્વારા અત્યાર સુધીમાં 62 લાખ 47 હજારથી વધુ લોકોને તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. છત્તીસગઢ સરકારે આ યોજના પર ડોક્યુમેન્ટ્રી બનાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાનો આભાર માન્યો,વિસ્તારના છેવાડાના વ્યક્તિને પણ યોજનાનો લાભ મળી રહ્યો છે. જે લોકો હોસ્પિટલથી દૂર રહેવાના કારણે તેમની સારવાર કરાવી શકતા ન હતા તેઓ આજે તેમના ઘર નજીક આ યોજના દ્વારા સારવાર મેળવી રહ્યા છે.