Site icon Revoi.in

WHO ફાઈઝરની ‘પેક્સલોવિડ’ દવાને આપી મંજૂરી -કોરોનાના હળવા અને મધ્ય લક્ષણો ઘરાવતા દર્દીઓ માટે કારગાર

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીના સમયગાળા દરમિયાન અનેક વેક્સિન અને દવાઓ વિકસાવવામાં આવી જેથી કરીને કોરોનાના સંક્રમણને અટકાવી શકાય ત્યારે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન  એ કોરોના મહામારીમાં સારવાર માટે બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરની ‘પેક્સલોવિડ’  ટેબલેટની ભલામણ કરી છે. અગાઉ, રેમડેસિવિર અને  મોલનુપિવારિવને મંજૂરી આપવામાં આવી ચૂકી છે.

આ દવાને મંજૂરી આપવાના મામમે ડબ્લ્યુએચઓએ શુક્રવારે જણાવ્યું હતું કે તે ફાઇઝરની એન્ટિ-વાયરલ ટેબલેટ , પેક્સલોવિડનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. તે હળવા અને મધ્યમ કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમમાં રાહત આપી શકે છે. 

જો કે આ સાથે WHOએ ચેતવણી આપી છે કે કોરોના વિરોધી દવાઓની ઉપલબ્ધતા અને કિંમતોમાં પારદર્શિતાનો અભાવ હજુ પણ મોટો પડકાર સાબિત થી રહ્યો છે. આનાથી ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોના લોકોને સારવાર માટે ફરીથી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી શકે છે.

 ઉલ્લેખનીય છે કે પેકસલોવિડ ટેબ્લેટ એ Nirmetrelvir અને Ritonavir ગોળીઓનું મિશ્રણ છે. પેકસલોવિડના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ ટેબલેટના સેવનથી કોરોના દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને 85 ટકા સુધી ઘટાડી શકાય છે.