લોકસભાની ચૂંટણીમાં કોની જીતની આશા રાખી રહ્યાં છે, શેરબજારના રોકાણકારો
- ભાજપા બહુમતી સાથે જીતે તો બજારમાં તેજી જોવા મળશે
- ભાજપાનું જીતનું અંતર ઘટે તો પણ બજારને અસર કરશે
- બજારમાં થોડા સમય માટે અસ્થિરતા જોવા મળવાની ભીતિ
- વિપક્ષ જીતે તો બજારમાં ભારે કડાકોની ચિંતા
દેશમાં લોકસભાની ચૂંટણીનું સાત તબક્કામાં આયોજન કરવામાં આવ્યું હતું અને શનિવારે સાતમા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું છે. હવે દેશની જનતા પણ 4 જૂનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોમાં લોકસભાની ચૂંટણીના પરિણામોની અટકળોની અસર ભારતીય શેર બજારમાં જોવા મળી હતી. લોકસભાની ચૂંટણીના પરિણામોની અસર પણ ભારે અસર પડવાની ભીતિ ફંડ મેનેજરોએ વ્યક્ત કરી છે. ફંડ મેનેજરોના મતે જો મોદી સરકાર મોટા અંતરથી ફરીથી સત્તામાં આવશે તો ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળશે. જો જીતનું અંતર થોડુ પણ ઘડશે તો થોડા સમય માટે બજારમાં અસ્થિરતા જોવા મળશે. જ્યારે વિપક્ષ જીતે છે તો બજારમાં ભારે કડાકો આવશે. વિપક્ષની જીતથી મોદી સરકારની નીતિઓને લઈને મુઝવણની પરિસ્થિતિ ઉભી થશે. તેની સીધી ભારતીય શેરબજાર ઉપર જોવા મળશે.
- ભારતીય શેરબજાર વર્ષ 2023 દુનિયાના અનેક બજાર કરતા આગળ નીકળ્યું
- મોદી ફરીથી સત્તામાં આવે તો બજારમાં તેજી જોવા મળવાની આશા
- ભાજપાની જીતથી રાજકિય સ્થિરતા અને યોજનાઓ યતાવત રહેશે
- ગયા વર્ષે વિદેશી રોકાણકારોએ ભારતમાં 20.74 અરબ ડોલરનું રોકાણ કર્યું
ભારતીય શેરબજારો વર્ષ 2023માં દુનિયાના અનેક મોટા બજારોને પાછળ છોડીને આગળ નીકળ્યું હતું. એવુ મનાય છે કે, બજાર અસલી ભાવથી ઘણુ આગળ નીકળી ગયું છે. તેમ છતા રોકાણકારોને આશા છે કે, મોદી સરકાર ફરીથી સત્તામાં આવશે તો બજારમાં થોડા સમય માટે તેજી જોવા મળશે. રોકાણકારોના મતે મોદી સરકાર ફરીથી સત્તામાં આવશે તો રાજકીય સ્થિરતા અને યોજનાઓ યથાવત રહેશે, જેના પરિણામે બજારને બળ મળશે. આ વર્ષે બોમ્બે સ્ટોક એક્સચેંજનો બીએસઈ સૂચકાંક ચાર ટકા જેટલો વધ્યો છે. એક વિશ્વેષકના મતે આ વધારો વર્ષના અંત સુધીમાં બમણી થઈ શકે છે. આમ છતા રોકાણકારો અને સટ્ટા બજારને આશંકા છે કે, ભાજપાની બેઠકો ઘટી શકે છે. ગયા વર્ષે વિદેશી રોકાણકારોએ ભારતમાં 20.74 અરબ ડોલરનું રોકાણ કર્યું હતું. એશિયાના બજારમાં આ સૌથી મોટુ રોકાણ હતું. જો કે, ચૂંટણી પહેલા મોટી રકમ બહાર નીકાળી લીધી હતી.
- રોકાણકારોમાં વિપક્ષની જીતની આશા નહિવંત
- મોદી સત્તામાં આવ્યા બાદ ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવશે
- અનેક વિદેશી કંપનીઓએ ભારતમાં કર્યું જંગી મૂડીરોકાણ
- આગામી દિવસોમાં વધુ વિદેશી મૂડીરોકાણ વધવાની આશા
રોકાણકારો અને જાણકારો વિપક્ષની જીતની આશા નથી રાખી રહ્યાં, જો આમ થાય તો એક બજાર ઉપર કોઈ અસરથી શક્યતા જોવા મળતી નથી. રોકાણકારોના મતે મોદી સરકાર ત્રીજી વાર સત્તામાં આવે તો પહેલા બનેલી નીતિઓ અને યોજનાઓ આગળવધશે. જેથી મૂડી રોકાણમાં સુધાર અને મુદ્રામાં સ્થિરતાનો સમાવેશ થાય છે. રોકાણકારોને આશા છે કે, મોદી સરકાર ફરી સત્તામાં આવશે અને ભારતને મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવાની નીતિઓ જાહેર કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનું ઉત્પાદન શરૂ કર્યું છે. જેમાં એપલ જેવી દુનિયાની સૌથી મોટી કંપનીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ટેસ્લા પણ ભારતમાં પોતાની કારનું ઉત્પાદન શરૂ કરે તેવી આશા રાખવામાં આવી રહી છે.
જાણીતા પોર્ટફોલિયો મેનેજરના જણાવ્યા અનુસાર, સ્પષ્ટ બહુમતને ઉદ્યોગો અને રોકાણકારો માટે સારુ માનવામાં આવે છે. તેમજ અન્ય વિદેશી કંપનીઓ પણ ભારતમાં રોકાણ કરવા આગળ આવશે. પ્રચાર દરમિયાન કોંગ્રેસે ભારતમાં આર્થિક અસમાનતા દૂર કરવાની વાત કરી હતી. રોકાણકારો કોંગ્રેસના આ પગલાનો વિરોધ કરી રહ્યાં છે. સિંગાપોર સ્થિત ઓલસ્પ્રિંગ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટના પોર્ટફોલિયો મેનેજર ગેરી ટેનએ જણાવ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે ભાજપ સામાજી ભલાઈની યોજનાઓ પર અતિ-નિર્ભરતાથી દૂર રહે. આવી યોજનાઓ પર જરુરીયાતથી વધારે નિર્ભરતા ખર્ચ વધી શકે છે અને ભારતની સ્થિરતાના દાવાને નબળો પાડી શકે છે.