Site icon Revoi.in

પીએમ મોદીનું ભાષણ કોણ લખે છે ? પ્રધાનમંત્રી કાર્યાલયએ આ અંગે આપી માહિતી 

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિગતવાર અને ઊંડાણપૂર્વક ભાષણ સાંભળીને દરેકના મનમાં સવાલ આવે છે કે,આ ભાષણ કોણ તૈયાર કરે છે? તેના પર કેટલો ખર્ચ થાય છે? ભાષણ લખનાર ટીમમાં કેટલા લોકો અને કોણ-કોણ છે? આવી જ સ્વાભાવિક જીજ્ઞાસાઓને લઈને સુચના અધિકારી કાનૂન હેઠળ પીએમઓ પાસેથી માહિતી માંગવામાં આવી. તો ચાલો જાણીએ કે પ્રધાનમંત્રી કાર્યાલયે આ પ્રશ્નોના શું જવાબ આપ્યા.

પીએમ મોદીનું ચૂંટણી ભાષણ,સંસદમાં ભાષણ,મન કી બાત હોય કે બાળકો સાથે ચર્ચા હોય કે કોઈ વિશ્વ મંચને સંબોધન,તે અલગ અંદાજના હોય છે. પ્રેક્ષકો સાથેની તેમની સીધી સંવાદની શૈલી તેને લોકો સાથે જોડે છે.તે પોતાના ભાષણોમાં આવશ્યક સંદેશ આપવાની સાથે જ ગંભીર વાતો પણ સરળતાથી કહેવા માટે લોકપ્રિય છે.

પીએમ મોદીના ભાષણો વિશે માહિતી મેળવવા એક મીડિયાએ પીએમઓમાં આરટીઆઇ હેઠળ અરજી કરી હતી. તેના જવાબમાં પીએમઓએ કહ્યું કે, વડાપ્રધાન પોતાના ભાષણને જાતે જ અંતિમ સ્વરૂપ આપે છે. જે પ્રકારના કાર્યક્રમ યોજાઈ છે,તે મુજબ તેને વિવિધ વ્યક્તિઓ, અધિકારીઓ, વિભાગો, એકમો, સંસ્થાઓ વગેરે દ્વારા તેમને માહિતી આપવામાં આવે છે. આ માહિતીના આધારે વડાપ્રધાન ખુદ અંતિમ ભાષણ તૈયાર કરે છે.

અરજીમાં પીએમઓને પૂછવામાં આવ્યું હતું કે, વડાપ્રધાનનું ભાષણ કોણ લખે છે? આ ટીમમાં કેટલા લોકો છે? ભાષણ લખવામાં કેટલા પૈસા ખર્ચવામાં આવે છે? પીએમઓએ આવા કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા નથી.

-દેવાંશી