Site icon Revoi.in

ગુજરાતમાં WHOનું કેન્દ્ર સ્થાપિત કરવા માટેનો હેતું શું છે – પરંપરાગત તબીબી પદ્ધતિને પ્રોત્સાહન મળશે

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં તબીબી ક્ષેત્રમાં અનેક વિકાસના કાર્યો થી રહ્યા છે, અનેક હોસ્પિટલ, મેડિકલ કોલેજને સ્થાપિત કરી તબીબી ક્ષેત્રનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે પરંપરાગત તબીબી પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ગુજરાતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનું ગ્લોબલ સેન્ટર ખોલવાની મંજૂરી આપી છે.

આ મામ લે વિતેલા દિવસને બુધવારે પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. ગુજરાતના જામનગરમાં આ પ્રકારનું પ્રથમ WHO વૈશ્વિક કેન્દ્ર હશે.આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય તબીબી વિજ્ઞાન/આરોગ્ય સંશોધન ક્ષેત્રે સહકાર વધારવાનો હતો જેમાં વિષવિજ્ઞાન, ઉષ્ણકટિબંધીય રોગો, દુર્લભ રોગો અને પરસ્પર હિતના અન્ય કોઈપણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આયુષ મંત્રાલય હેઠળ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. આ દ્વારા પરંપરાગત દવાને વૈશ્વિક મંચ પર નવી ઓળખ મળવા પાત્ર બનશે અને ભારતને વિશ્વ આરોગ્યની બાબતોમાં દેશનું નેતૃત્વ કરવાની તક મળશે. જે માહિતી યેક્ત્ર કરવા ,વિષ્લેષણ કરવા અને અરસનું આલંકન કરવા માટેના તકનીકી ક્ષેત્રો ,ઉપકરણ અને પદ્ધતિમાં વિકાશીલ ઘારા ઘોરણો  અને દિશા નિર્દેશ નક્કી કરશે,આ સાથે જ પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી, અસરકારકતા અને તર્કસંગત ઉપયોગની પણ ખાતરી કરશે.