WHO ચીફની ચેતવણીઃ દુનિયામાં આવી શકે છે કોરોના કરતાં પણ વધુ ખતરનાક મહામારી,2 કરોડ લોકોના મોત થશે
- WHO ચીફએ મહામારીને લઈને આપી ચેતવણી
- દુનિયામાં આવી શકે છે કોરોના કરતાં પણ વધુ ખતરનાક મહામારી
- 2 કરોડ લોકોના મોત થશે -WHO ચીફ
દિલ્હી : એક તરફ જ્યાં કોરોના મહામારીનો અંત આવ્યો નથી. ત્યાં દુનિયામાં ફરી એકવાર કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. દિન- પ્રતિદિન કોરોનાના કેસ અને મૃત્યુઆંક જોવા મળી રહ્યા છે.જેને લઈને સરકાર દ્વારા કોરોનાને રોકવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુદ્ધના ધોરણે કોરોનાની વેક્સિન આપવામાં પ્રક્રિયા ચાલી રહી છે.જોકે, કોરોનાના કેસ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે.વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ ખતરનાક વાયરસને લઈને ચેતવણી આપી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે વધુ એક ખતરનાક વાયરસની ચેતવણી આપીને આખી દુનિયાને એલર્ટ કરી દીધી છે.
ઘેબ્રેયસસે કહ્યું કે, વિશ્વએ આવા બીજા વાયરસ માટે તૈયાર રહેવું જોઈએ જે કોવિડ કરતા વધુ ઘાતક હશે. રિપોર્ટ અનુસાર, WHO ચીફે કહ્યું કે આવનારા વાયરસથી ઓછામાં ઓછા 2 કરોડ લોકો માર્યા જશે. અગાઉ, વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું કે કોવિડ -19 મહામારી હવે હેલ્થ ઈમરજન્સી નથી.
WHO ચીફે હેલ્થ કોન્ફરન્સમાં કહ્યું કે આવનારી મહામારીને રોકવાનો આ સમય છે. ડો. ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયેસસે કહ્યું કે કોવિડ પછી અન્ય પ્રકારની બીમારીનો ખતરો હોઈ શકે છે, જે મોટી સંખ્યામાં લોકોના મોતનું કારણ બની શકે છે. WHO એ 99 પ્રાથમિક રોગોની ઓળખ કરી છે, જે જાહેર આરોગ્ય માટે સૌથી મોટો ખતરો છે.