Site icon Revoi.in

ચેટ માટે બનાવવામાં આવેલા ઈમોજી કોણ તૈયાર કરે, ખબર છે? લો વાંચી લો હવે

Social Share

ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ દરેક એપ્લિકેશનમાં ચેટ વધારે આકર્ષક બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. લોકો પોતાનું રિએક્શન બતાવવા માટે પણ ઈમોજીનો ઉપયોગ કરતા હોય છે, પણ મોટા ભાગના લોકોને ખબર હશે નહી કે આ ઈમોજી કોણ તૈયાર કરે છે.

આ ઈમોજીને તૈયાર કરનાર એક અમેરિકન મહિલા છે. જેનું નામ છે જેનિફર ડેનિયલ્સ. એક મહિલા વિશ્વના દરેક વ્યક્તિના ચેટિંગ બોક્સમાં ઇમોજી લાવવાનો પ્રયાસ કરી રહી છે. જેનિફર હાલમાં ‘ઇમોજી સબ કમિટી ફોર ધ યુનિકોડ કોન્સોર્ટિયમ’ના વડા તરીકે કામ કરે છે. આ સંસ્થા દરેકના ચેટ બોક્સ માટે ઇમોજી ડિઝાઇન કરવાનું કામ કરે છે સાથે તે એક અમેરિકન ડિઝાઇનર અને આર્ટ ડિરેક્ટર છે.

જો વધારે વાત કરવામાં આવે તો અત્યાર સુધી 3000થી વધુ પ્રકારના અલગ અલગ ઈમોજીને તૈયાર કરવામાં આવ્યા છે. જેનિફરને જેન્ડર સમાનતાની સમર્થક માનવામાં આવે છે. તેની અસર તેના દ્વારા રચાયેલ ઇમોજી પર પણ દેખાય છે. મિસ્ટર ક્લોઝ, મિસિસ ક્લોઝ અને મક્સ ક્લોઝના ઇમોજી બનાવવામાં તેનું અનુસરણ જોવા મળે છે.

જેનિફર ઇમોજીની દુનિયા વિશે કહે છે કે આપણે 80 ટકા સમય કંઈ પણ બોલ્યા વગર પોતાની જાતને વ્યક્ત કરીએ છીએ. જ્યારે આપણે બોલીએ છીએ, ત્યારે તે ઘણી રીતે બોલવામાં આવે છે. ચેટિંગ દરમિયાન વાત કરતી વખતે આપણે એક રીતે થોડા અનૌપચારિક હોઈએ છીએ. આ સ્થિતિમાં આપણે દ્રષ્ટિકોણને વ્યક્ત કરવા માટે ઇમોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. તેના દ્વારા આપણી લાગણી સરળતાથી વ્યક્ત કરી શકીએ છીએ અને ટાઇપ કરવા માટે આંગળીઓને તકલીફ આપવાની પણ જરૂર પડતી નથી.