કુદરતી તોફાનના નામ કોણ નક્કી કરે છે, તમે જાણો છો ? વાંચો તેની જાણકારી
- તાઉતે તોફાનની ગુજરાતમાં અસર
- કોણ નક્કી કરે છે તોફાનનું નામ
- આટલા દેશોનું ગ્રુપ નકકી કરે છે નામ
દ્વારકા : રાજ્યમાં તાઉ-તે તોફાનની અસર હળવી પડી છે. હવે એટલો સ્પીડમાં પવન ફૂંકાઈ રહ્યો નથી અને રાહત કામગીરી કરનારી ટીમ લોકોની મદદે પણ પહોંચી છે. દેશમાં તથા રાજ્યની તટ પર આ પ્રકારના તોફાન પહેલા પણ આવ્યા છે અને તેમના નામ જોઈને તમને લાગતુ હશે કે આવા નામ કોણ રાખતુ હશે. તો આ વખતે તમે વાંચશો કે આ તોફાનના નામ રાખવા માટે કેટલાક દેશોનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે.
સાયક્લોનનું નામકરણ વર્લ્ડ મીટિઓરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન/યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિક પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન દ્વારા કરવામાં આવ્યું છે. પેનલમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન, માલદીવ, ઓમાન, શ્રીલંકા, થાઇલેન્ડ, ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમન – 13 દેશોનો સમાવેશ થાય છે. આ 13 દેશો આ ક્ષેત્રમાં આવેલા સાયક્લોનને નામ આપે છે.
સાયક્લોન ‘તાઉ તે’નું નામ મ્યાનમાર દ્વારા સૂચવવામાં આવ્યું છે. તે બર્મીઝ શબ્દ છે જેનો અર્થ ગરોળી થાય છે. – એક ખુબ જ અવાજવાળી ગરોળી. તે એક એવી ગરોળી છે જે તેના વિશિષ્ટ અવાજ માટે જાણીતી છે. અંગ્રેજીમાં સ્પેલિંગ TAUKTAE છે. પણ તેનો ઉચ્ચાર ‘તાઉ તે’ થાય છે.
આ પહેલા પણ ઘણા તોફાન આવી ચુક્યા છે. જેનું નામ અન્ય દેશ દ્વારા આપવામાં આવ્યું છે. હજુ ગયા વર્ષે જ અમ્ફાન વાવઝોડું આવ્યું હતું અને તેની પહેલા નિસર્ગ વાવાઝોડું આવ્યું હતું, જેનું નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું હતું.
જો આખરે વાત કરવામાં આવે તાઉ-તે તોફાનની તો લોકોની અને સરકારની તોફાન પહેલાની તૈયારીના કારણે જાનહાની ઓછી થઈ છે અને લાખો લોકોને તોફાનની અસરથી બચાવી લેવામાં આવ્યા છે. હાલ તોફાનની અસર વધારે ઓછી થતા લોકો થોડા દિવસોમાં પોતાના વતન કે ગામે પરત ફરી શકે છે.