WHO ના પ્રમુખ આજથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે, PM મોદી સાથે અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ
- WHO ના ડાયરેક્ટર ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે
- PM મોદી સાથે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે
અમદાવાદઃ- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ આજરોજ સોમવારથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવનાર છે, ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થાની કોરોના વાયરસને કારણે મૃત્યુની ગણતરી કરવાની પદ્ધતિ સામે વાંધો ઉઠાવ્યા બાદ વિવાદ વચ્ચે તેઓ ગુજરાતના પ્રવાસે આવનાર છે
આ મામલે અધિકારીઓએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેટલાક કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. ઘેબ્રેયસસ 18મી એપ્રિલે એટલે કે આજે રાજકોટ પહોંચશે જ્યાં તેઓ રાત્રે રોકાવાના પણ છે. આ સાથે જ બીજા ગિવસને મંગળવારે, તેઓ PM મોદી સાથે જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસમાં હાજરી આપશે.
ત્યાર બાદ તેમની મુલાકાતના ત્રીજા દિવસને બુધવારે, ઘેબ્રેયસસ ગાંધીનગરમાં પીએમ મોદી સાથે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના ઉદ્ઘાટન સમારોહમાં પણ ભાગ લેશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં 90 થી વધુ સ્પીકર્સ અને 100 થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. સમિટ વેલનેસ ઉદ્યોગ સાથે સંકળાયેલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નવીનતા, સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે રોકાણના માર્ગો શોધવામાં મદદ કરશે.