લોકપ્રિય ચૈટિંગ એપ વોટ્સએપનો ઉપયોગ આમ વાત બની ગઈ છે, લોકો આ એપનો વર્ષોથી ઉપયોગ કરે છે. પણ કેટલાક ફિચર્સ એવા હોય છે, જેના વિશે ખુબ ઓછા લોકોને ખબર હોય છે. વોટ્સએપ લગાતાર તેના પ્લેટફોર્મ પર નવા નવા ફીચર્સ લાવે છે. પણ દરેક યુઝરને નવા અપડેટ વિશે જાણકારી નથી હોતી. મોટા ભાગના લોકો ખાલી ફોટો, વિડિયો, ઓડિયો, કોન્ટેક્ટ અને દસ્તાવેજો શેર કરવા માટે કરે છે.
વોટ્સએપનું ખાસ ફિચર
તમે જાણવા માંગો છો કે તમારો પાર્ટનર વોટ્સએપ પર કઈ લ્યક્તિ જોડે સૌથી વધારે વાત કરે છે તો તેના માટે કંપનીએ એક ખાસ સુવિધા આપી છે. આ સુવિધાનું નામ છે મેનેજ્ડ સ્ટોરેજ. વોટ્સએપમાં ઉપલબ્ધ મેનેજ્ડ સ્ટોરેજ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ફીચરની મદદથી તમે જાણી શકશો કે તમારો પાર્ટનર કઈ વ્યક્તિ સાથે સૌથી વધુ વાત કરે છે.
- આ સ્ટેપ ફોલો કરો
સૌથી પહેલા ડિવાઈસમાં વોટ્સએપ ખોલો. - પછી, સ્ક્રિન પર જમણી બાજુ આપેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
- તેના પછી સેટિંગ ઓપ્શન પર જાઓ.
- પછી, સ્ક્રિન પર તમને સ્ટોરેજ એન્ડ ડેટા સેક્શન મળશે, તેના પર ક્લિક કરો.
- ક્લિક કર્યા પછી મેનેજ સ્ટોરેજનું ઓપ્શન મળશે.
- પછી, મેનેજ સ્ટોરેજ ઓપ્શન ખોલો.
- તેના પછી, સ્ક્રિન પર ચેટનું એક પૂરૂ લીસ્ટ નઝર આવશે.
- લિસ્ટમાં જે વ્યક્તિનું નામ સૌથી ઉપર હોય, વોટ્સએપ પર તે વ્યક્તિ જોડે સૌથી વધુ ચેટ થઈ હશે. મતલબ તે વ્યક્તિ જોડે સૌથી વધારે ફોટો અને વિડિયો શેર કર્યા હશે.